- એજન્ટો અને મુસાફરો વચ્ચે મોટા ઇન્વેસ્ટરની સંડોવણી
- મુંબઇ, ચેન્નાઇ, ચંદીગઢ અને દિલ્હીમાં તપાસ
- દુબઇથી 6 મહિનામાં કેટલી ટિકિટ કેન્સલ થઇ તેની તપાસ
અમેરિકા જવા માટે ‘ડંકી’ રૂટનો ઉપયોગ કરનાર લોકો સામે મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં અગાઉ રૂ. 50-60 લાખથી લઈ 1 કરોડ સુધીનો ખર્ચ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. તેમજ એજન્ટો દ્વારા પણ ત્યાં પહોંચીને પેમેન્ટ કરવા સુધી વિગતો સામે આવી છે. જ્યાં હવે એજન્ટો દ્વારા ટિકિટ બુક કરાવવાથી લઈ મોકલવા માટે ઇન્વેસ્ટર પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે.
તાજેતરમાં ફ્રાન્સમાં અમેરિકા જવા માટે નીકળેલા 300 થી વધુ ભારતીયોની પ્રાઇવેટ ફ્લાઈટ કબ્જે કરવામાં આવી હતી. જે પછી તેમાં 66 જેટલાં ગુજરાતીઓના નામ સામે આવ્યા છે. આ મામલે તપાસના અંદર કેટલાંક એજન્ટોના નામ પણ સામે આવી રહ્યા છે ત્યાં હવે એજન્ટો અને મુસાફરો વચ્ચે મોટા ઇન્વેસ્ટર હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ દ્વારા મુંબઇ, ચેન્નાઇ, ચંદીગઢ અને દિલ્હીમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ દુબઇથી 6 મહિનામાં કેટલી ટિકિટ કેન્સલ થઇ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટિકિટ કોના દ્વારા બુક કરવામાં આવી તેની પણ તપાસ ચાલી રહી છે.
જ્યારે અમેરિકા જવા માટે તમામ મુસાફરો પાસે માત્ર દુબઈ સુધીના જ વિઝા હતા. જ્યાં પછીની આગળની મુસાફરી નિકારાગુઆમાં ઓન અરાઇવલ વિઝા લઇ મેક્સિકો જવાના હતા. ત્યાંથી આગળ અમેરિકા જવા માટે ડંકી રૂટનો ઉપયોગ કરવાની યોજના હતી. પરંતુ ફ્રાન્સમાં જ તેમની ફ્લાઇટ ડિપોર્ટ કરવામાં આવી છે. જેનાથી ઘણાં મુદ્દા સામે આવી રહ્યા છે.


