- માલદીવના રાષ્ટ્રપતિએ લોકતંત્રનો મુદ્દો રજૂ કરી સૈન્ય હટાવવા અપીલ કરી
- સૈન્ય ઉપસ્થિતિનો મુદ્દો વાતચીતથી ઉકેલાશે
- માલદીવના રાષ્ટ્રપતિ ભારત પહેલા ચીનનો કરશે પ્રવાસ
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ જણાવ્યું કે, ભારત પોતાનું સૈન્ય નહીં હટાવે તો માલદીવના લોકોની લોકતાંત્રિક ઈચ્છાને અવગણશો. આમાં માલદીવમાં લોકતંત્ર ખતરમાં પડી જશે. મળતી માહિતી પ્રમાણે માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ ભારત-માલદીવના સંબંધો પર પોતાના વિચારો મુક્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ભારતીય સૈન્યની કાયમી હાજરીનો માલદીવ વિરોધ કરે છે, પરંતુ તે ભારતની સાથે સહયોગનું સમર્થન પણ કરે છે. તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે, સૈન્યની હાજરીનો મુદ્દો વાતચીતથી ઉકેલી લેવામાં આવશે.
વિદેશી સૈનિકોની હાજરી બંધારણની ભાવના વિરુદ્ધ
રાષ્ટ્રપતિ મુઈજ્જુના જણાવ્યા પ્રમાણે માલદીવમાં સંસદીય મંજૂદી વગર વિદેશી સૈન્યકર્મીઓની હાજરી બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. ચીન પ્રત્યે તેમના કથિત ઝુકાવ અંગે પૂછતા તેઓએ કહ્યું તે માત્ર માલદીવના સમર્થક નીતિનું પાલન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતની યાત્રા પહેલા તેઓ ચીન જશે તેવી આશા છે. રાષ્ટ્રપતિ મુઈજ્જુએ જણાવ્યું કે ભારત માલદીવ નજીકના પાડોશી અને સૌથી અંગત મિત્રોમાંના એક છે. તેમણે જણાવ્યું કે, બંને દેશ વચ્ચે વેપાર, વાણિજ્ય, રોકાણ અને પર્યટન જેવા મુદ્દે તીવ્ર ગતિથી સંબંધો વધી રહ્યા છે.
નવા રાષ્ટ્રપતિએ કરી ભારતને અપીલ
મુઈજ્જુએ 17 નવેમ્બરે માલદીવના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ લીધાના 24 કલાકમાં મુઈજ્જુએ ભારત સરકારને માલદીવથી ભારતીય સૈનિકોને પરત બોલાવવા વિનંતી કરી હતી.
માલદીવમાં ભારતની તાકાત
માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં જાહેર નીતિગત મામલાના સચિવે જણાવ્યું કે, નવા વહીવટી તંત્ર પ્રમાણે માલદીવમાં 77 ભારતીય સૈન્ય કર્મી છે.
માલદીવમાં મીડિયાના માધ્યમથી કહ્યું કે અગાઉ હેલિકોપ્ટની વ્યવસ્થા કરવા 24 ભારતીય સૈન્યકર્મી છે. ડોર્નિયર વિમાનની વ્યવસ્થા કરવા માટે 25 ભારતીય બીજા હેલિકોપ્ટરનો બંદોબસ્ત કરવા માટે 26 ભારતીય છે. તેમજ મેઈન્ટેનન્સ અને અન્ય કામકાજ માટે બે સભ્ય છે.


