- 2 કરોડ 54 લાખ 732 પુરૂષ મતદારો
- 2 કરોડ 39 લાખ 243 મહિલા મતદારો
- 1503 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા
લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ વચ્ચે મુખ્ય ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારી કરવામાં આવી રહી છે. આ વચ્ચે લોકસભાની ચૂંટણી પૂર્વે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં નવી મતદાર યાદી માં 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો છે.
આ વચ્ચે રાજ્યમાં નવા મતદારોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં કુલ 2 કરોડ 54 લાખ 732 પુરૂષ, જ્યારે 2 કરોડ 39 લાખ 243 સ્ત્રી, જ્યારે ત્રીજી જાતિમાં 1503 લોકો રાજ્યની મતદાર યાદીમાં નોંધાયા છે. આ સાથે જ કુલ 4 કરોડ 94 લાખ 469 કુલ મતદારો નોંધાયા છે.
નવી મતદાર યાદીમાં અને સુધારણા યાદીમાં નવા ઉમેરાયેલા મતદારોમાં 3.14 લાખ પુરૂષ, તેમજ 3.74 લાખ સ્ત્રી તો ત્રીજી જાતિના 54 મતદારોનો ઉમેરો થયો છે. જેની સાથે જ અવસાન પામેલા 1,53,958 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. જેની સાથે જ 4,60,153 મતદારો ની વિગતો માત્ર સુધારા કરવામાં આવ્યા છે.


