- પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી ચૂંટણી પહેલા જ હારની દિશામાં
- PTI પાર્ટીની હાઇકોર્ટના ચુકાદાને પડકારતી અરજી પણ ફગાવાઈ
- થિંક થેન્ક મુજબ પાર્ટીના ઉમેદવારોએ અપક્ષ ચૂંટણી લદ્વી પડશે
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક હાઇકોર્ટે ગુરુવારે ચૂંટણી પંચ (ECP)ના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી છે. જણાવી દઈએ કે, ECPએ PTI પાર્ટીની આંતરિક ચૂંટણીને પણ રદ્દ કરી દીધી હતી અને તેની સાથે સાથે પાર્ટીના ચૂંટણી ચિન્હ ‘ક્રિકેટ બેટ’ને પણ રદ્દ કરી દીધું હતું. લાહોર હાઇકોર્ટના જજ જવાદ હસને પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના નેતા ઉમર આફતાબ ઢિલ્લોની અરજીને અમાન્ય જાહેર કરી દીધી છે.
22 ડિસેમ્બરે આંતરિક ચૂંટણીઓ કરી હતી રદ્દ
પાકિસ્તાન ચૂંટણી પંચે 22 ડિસેમ્બરના રોજ PTI પાર્ટીની આંતરિક ચૂંટણીઓને રદ્દ કરી દીધી હતી અને પાર્ટી પાસેથી તેનું ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટ પણ છીનવી લીધું હતું. વકીલ ગૌહર ખાનને ડિસેમ્બરમાં આંતરિક ચૂંટણીમાં પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પાર્ટીએ આ ચુકાદાને પેશાવર હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં, 26 ડિસેમ્બરે PTIના આંતરિક ચૂંટણીઓને ગેરબંધારણીય જાહેર કરવાના ECPના નિર્ણયને પલટી દીધો હતો. ECPએ હાઇકોર્ટના ચુકાદાને પડકારી હતી.
ચૂંટણી પંચના આદેશને મળી હતી બહાલી
આ મામલે, ત્રણ જાન્યુઆરીના રોજ પાકિસ્તાનની એક હાઇકોર્ટે બુધવારે ચૂંટણી પંચના તે આદેશને યોગ્ય જાહેર કર્યો હતો જેમાં PTIની આંતરિક ચૂંટણીઓ અને તેના ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટને રદ્દ કરવામાં આવ્યો હતો. સામાન્ય ચૂંટણી પહેલા ECPનો નિર્ણય PTI માટે મોટો ઝટકો માનવામાં આવે છે.
PTIના વકીલનો આરોપ
જજ એઝાઝ ખાનની અધ્યક્ષતામાં સુનાવણી દરમિયાન PTIના વકીલ અનવરે કહ્યું હતું કે ECP કોઈ ન્યાયિક સંસ્થા નથી અને પોતાના નિર્ણયથી પક્ષ કે વિપક્ષમાં અદાલતમાં દખલ કરી કોર્ટની અવમાનના કરવા સમાન છે. અનવરે દાવો કર્યો કે PPPને બાદ કરતાં તમામ રાજકીય પક્ષોએ PTI પાર્ટીને ચૂંટણીથી દૂર રાખવા માટે ષડયંત્ર કર્યું છે. તેમણે કહ્યું હતું કે બંધારણ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીનો આદેશ કરે છે.
આગામી 9 જાન્યુઆરીએ આવશે ચુકાદો
પાકિસ્તાનના ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ થશે. એવામાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી લટકી પડી છે. થિંક ટેન્કના જણાવ્યા પ્રમાણે હાઇકોર્ટના આદેશને જોતાં પાર્ટીના ઉમેદવારોને હવે સ્વાતંત્રરૂપે ચૂંટણી લદ્વી પડશે. જોકે, કોર્ટની સિંગલ જજ ખંડપીઠે પણ જાહેરાત કરી છે કે બે સભ્યો વાળી પેનલ આગામી 9 જાન્યુઆરીના રોજ આ મામલે ચુકાદો આપશે.


