- હમાસની સાથે સાથે લેબેનૉનમાં હિઝબુલ્લાહ સાથે ઇઝરાયલનું યુદ્ધ
- ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબેનૉનમાં હિઝબુલ્લાહ 4 લડાકુઓને ઠાર કર્યા
- ઇઝરાયલી સેનાએ યારુન વિસ્તારમાં હુમલાનો વિડીયો કર્યો હતો શેર
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ લેબેનૉનમાં હિઝબુલ્લાહ સાથે પણ યુદ્ધ લડી રહ્યું છે. દરમિયાન, ગુરુવારે 04 જાન્યુઆરીના રોજ ઇઝરાયેલી સેનાએ દક્ષિણ લેબેનૉનમાં હિઝબુલ્લાહ 4 લડાકુઓને ઠાર કર્યા છે. લેબેનૉનના સ્ટેટ મીડિયાએ જણાવ્યું કે ઇઝરાયેલે સરહદી શહેર નાકુરા પર હુમલા કર્યા છે.
અહેવાલમાં, હિઝબુલ્લાહના નજીકના સ્ત્રોતને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે માર્યા ગયેલા ચાર લડાકુઓમાં એક સ્થાનિક હિઝબુલ્લાહ નેતાનો સમાવેશ થાય છે. આ પહેલા ઈઝરાયેલની સેનાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે તેના ફાઈટર પ્લેન્સે લેબેનૉનના યારુન વિસ્તારમાં બોમ્બમારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બેરૂતમાં થયેલા હુમલામાં હમાસના એક વરિષ્ઠ નેતાનું મોત થયું હતું, જેના કારણે ગાઝામાં તણાવ વધી ગયો હતો.
હિઝબુલ્લાહએ પણ કરી મોતની પુષ્ટિ
હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેરુસલેમના એક રસ્તામાં ચાર લડાકુઓ માર્યા ગયા હતા. જો કે, જૂથે માર્યા ગયેલા લડવૈયાઓ અંગે વિગતો આપી નથી. હિઝબુલ્લાહના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે ચારેય ઇઝરાયેલ સરહદ નજીક આવેલા નાકુરામાં માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં એક સ્થાનિક નેતાનો પણ સમાવેશ થાય છે. લેબેનૉનની સત્તાવાર રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ઇઝરાયલી વિમાનોએ નાકુરાના કેન્દ્ર પર હુમલો કર્યો હતો, જેમાં એક ઘર નષ્ટ થઈ ગયું હતું અને નજીકના મકાનોને નુકસાન થયું હતું.
લેબેનૉનમાં થઈ ચૂક્યા છે 175 લોકોના મોત
લેબેનૉન સમૂહે બુધવારે દક્ષિણ લેબેનોનમાં વધુ 5 લડવૈયાઓના મોતની જાહેરાત કરી હતી. એએફપીના અહેવાલો અનુસાર, લગભગ ત્રણ મહિનામાં ઇઝરાયેલના ગોળીબારમાં લેબેનૉનમાં 175 લોકો માર્યા ગયા છે. જેમાં 129 હિઝબુલ્લાહ લડવૈયાઓનો સમાવેશ થાય છે.
જણાવી દઈએ કે, 7 ઓક્ટોબરથી હિઝબુલ્લાહ હમાસ સાથે મળીને સતત ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યું છે. તેણે ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારોને નિશાન બનાવ્યા છે. જેના જવાબમાં ઈઝરાયેલે પણ સતત કાર્યવાહી કરી છે.


