- ફાયરની 3 ટીમોના આગ બુજાવવા પ્રયાસ
- શો રૂમમાંથી ટુ-વ્હીલર બહાર કાઢવાના પ્રયાસ
- હજીરા વિસ્તારમાં આગ બાદ વીજળી બંધ કરાઈ
શિયાળીની ઋતુમાં આગની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના મોડાસા ખાતે આવેલા હજીરા વિસ્તારમાં મોડી સાંજે શોરૂમ ભીષણમાં આગ લાગી હતી. હજીરા વિસ્તારમાં આવેલ બજાજના શોરૂમમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.
ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવવા આવી પહોંચી હતી.આગના પગલે બાઇક અને સ્કૂટીઓ બહાર કાઢવા પ્રયાસ કરાયો હતો. આગના કારણે હજીરા વિસ્તારમાં આગ બાદ વીજળી બંધ કરાઈ છે. તેમજ કોઈ પણ પ્રકારની જાનહાનિ અંગે માહિતી મળી નથી.
હાલ તો ફાયર ફાઈટર સહિતની ટીમો આગ પર કાબુ મેળવવા અને કોઈ વધુ નુકશાન ના થાય એના પ્રયાસોમાં લાગી છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. તેમજ આજુબાજુની દુકાનોને સુરક્ષિત કરવામાં લાગી છે.


