- કિલિયન મબાપેએે ક્લબ માટે
- વિક્રમી 234મો ગોલ નોંધાવ્યો
- પેરિસ સેન્ટ જર્મેને છેલ્લી 11 સિઝનમાં 10મી વખત ટ્રોફી જીતી છે
સ્ટાર ખેલાડી કિલિયન મબાપે અને લી કાંગના ગોલની મદદથી ફ્રેન્ચ લીગ ચેમ્પિયન પેરિસ સેન્ટ જર્મેને (પીએસજી) ફ્રેન્ચ કપ વિજેતા ટુલૂઝને 2-0થી હરાવીને ફ્રેન્ચ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. લી કાંગે ત્રીજી જ મિનિટે ગોલ કરીને પીએસજીને લીડ અપાવી હતી. ટુલૂઝ પાસે 18મી મિનિટે સ્કોર સરભર કરવાની તક હતી પરંતુ ગેબ્રિયલ સુઆઓ ગોલ કરી શક્યો નહોતો. મબાપેએ 44મી મિનિટે ગોલ કરીને પીએસજીનો વિજય નિવૃત કરી દીધો હતો. વર્તમાન સિઝનમાં તેણે 23મી મેચમાં 22મો ગોલ નોંધાવ્યો હતો. તે 2017માં પીએસજી સાથે જોડાયા બાદ ક્લબ માટે વિવિધ લીગમાં કુલ 234 ગોલ નોંધાવી ચૂક્યો છે એક રેકોર્ડ છે. પેરિસ સેન્ટ જર્મેને છેલ્લી 11 સિઝનમાં 10મી વખત ટ્રોફી જીતી છે.


