- રાહુલગાંધીની ન્યાય યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રખાયુ
- મણિપુરના ઇમ્ફાલથી 14 જાન્યુઆરીએ શરૂ થશે યાત્રા
- ન્યાય યાત્રાના કાર્યક્ષેત્રમાં કુલ 15 રાજ્યનો સમાવેશ કરાયો
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને લોકસભાની ચૂંટણીને લઇને દિલ્હીમાં કોંગ્રેસની બેઠક મળી હતી. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના મહાસચિવ, નેતા, પ્રભારી, અધ્યક્ષ સહિત રાહુલ ગાંધી અને પ્રિયંકાગાંધી સહિતના કોંગી નેતાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ બેઠકમાં ન્યાય યાત્રાનુ નામ બદલીને ભારત જોડો ન્યાય યાત્રા કરવામાં આવ્યું છે. તેમજ આ યાત્રા ક્યારથી શરૂ થશે અને ક્યાં ક્યાં ફરશે તેવી માહિતી આપવામાં આવી હતી.
14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી આ યાત્રા ચાલશે
આ અંગે માહિતી આપતા કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે બેઠકમાં લોકસભાની ચૂંટણી અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર ચર્ચા કરવામાં આવી છે. સાથે જ બેઠકમાં રાહુલ ગાંધીનીઆ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા રાખવામાં આવ્યું છે. જે 14 જાન્યુઆરીથી શરૂ થઇને 20 માર્ચ સુધી ચાલશે. આ યાત્રાની શરૂઆત ઇમ્ફાલથી કરવામાં આવશે જેનો સમય 12.30 કલાક નક્કી કરાયો છે.
15 રાજ્યોનો સમાવેશ
જયરામ રમેશે વધુમાં જણાવ્યું કે ઇમ્ફાલ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને અસમ સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી આ યાત્રા ચાલશે. જેમાં કુલ 15 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધી પગપાળા યાત્રા, બસ યાત્રા અને નાની મોટી સભાઓ કરશે તેમ જણાવ્યું હતું.


