યુરોપિયન અવકાશ એજન્સીએ સોશિયલ મીડિયા ઈન્સ્ટ્રાગ્રામ પર એક તૂટતા તારાનો વીડિયો અને કેટલીક ઈમેજ શેર કરી છે. વિજ્ઞાનના વધતા પગલાંની સાથે આપણે આપણી ધરતી વિશે પણ તમામ રહસ્ય જાણીએ છીએ. એક સમય હતો કે આપણે પૃથ્વીને માત્ર જમીન જ તરીકે જોઈ શકતા હતા. પરંતુ પરિવર્તન કંઈક એવું થયું કે હવે અવકાશથી ધરતી જોઈ શકીએ છીએ.
અવકાશમાંથી તમે એવા તારાને તૂટતા જોઈ શકો છો, જે અંગે આપણને ધરતી પર ઘણું સાંભળતા આવ્યા છીએ. આજે અમે તમને અવકાશથી શૂટ કરાયેલા એક એવા વીડિયોને દર્શાવીશું જેમાં એક તારો તૂટી રહ્યો છે જે જોઈ શકાય છે. યુરોપિયન અવકાશ એજન્સીએ સોશિયલ સાઈટ પર વીડિયો અને ફોટોઝ મુક્યા હતા.
યુરોપિયન અવકાશ એજન્સી તરફતી વીડિયોઝ અને ઈમેજની એસ સિરીઝ શેર કરવામાં આવી છે. આમાં ઊંડા અવકાશને અવિશ્વસનીય દ્વશ્ય જોવા મળી રહ્યું છે. અવકાશ એજન્સીએ આની સાથે એક કેપ્શન પણ લખ્યું હતું. સુપરનોવા અવશેષ કેસિઓપિયાએ નિયર ઈન્ફ્રારેડ વ્યૂ ઈન વેવલેન્થ એક જોરદાર વિસ્ફોટ જોવા મળે છે.
તૂટેલો તારો વિખેરાઈ ગયો
લોકોએ અદભુત દ્રશ્ય જોયું. આ પોસ્ટને હજારો લાઈક્સ અને કોમેન્ટ મળી ચૂક્યા છે. એક યૂઝરે લખ્યું કે, આ અભિવ્યક્ત કરવા માટે શબ્દો નથી. આ દ્રશ્ય કેટલું અદભુત છે. એક યૂઝરે લખ્યું કે, આમાં અનેક ફોટો સમજ ન પડી પરંતુ ખૂબ સુંદર છે. લોકોએ આ દ્રશ્યને ખૂબ શક્તિશાળી અને રહસ્યયપૂર્ણ ગણાવ્યું હતું.


