- ઈઝરાયલ સૈન્યનું ધ્યાન હવે મધ્ય અને દક્ષિણ ગાઝા પર
- બેંઝામિન નેતન્યાહૂએ અભિયાનમાં તેજી લાવવાની ચેતવણી આપીૃ
- ઉત્તર ગાઝા કાટમાળમાં તબદીલ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત્ છે ત્યારે ઉત્તરી ગાઝાનો મોટાભાગનો હિસ્સો કાટમાળમાં ફેરવાઈ ચુક્યો છે. જ્યારે ઈઝરાયલના સૈન્યએ દાવો કર્યો છે કે તેને ઉત્તર ગાઝા પટ્ટીમાં હમાસ કમાન્ડ સેન્ટરનો નાશ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે પેલેસ્ટિન આતંકી હવે નાના સ્વરૂપથી અને કમાન્ડરો વગર કામ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે ઈઝરાયલના ઉત્તરી ગાઝામાં આશરે આઠ હજાર આતંકીને ઠાર માર્યા છે. આ અભિયાન પછી ઈઝરાયલે એકવાર ફરી સ્પષ્ટ કર્યું છે કે તેઓ હમાસના મૂળિયાં ઉખાડીને જ જંપશે. ઉત્તરી ગાઝામાં હમાસના તમામ ઠેકાણાને નષ્ટ કર્યા પછી હવે ઈઝરાયલની સેનાનું સમગ્ર ધ્યાન દક્ષિણ ગાઝામાં છે.
Israel Hamas War
ઈઝરાયલ સૈન્ય હવે દક્ષિણ અને મધ્ય ગાઝામાં હમાસને સમાપ્ત કરવાની પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલય અનુસાર યુદ્ધ શરૂ થયા પછી ઈઝરાયલના 22 હજારથી વધુ લોકોને મારી નાંખ્યા છે. શનિવારે હમાસે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 120થી વધુ મોત થયાનું નોંધાયું છે. રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્ર નષ્ટ થઈ ગયું છે અને 23 લાખની વસ્તી વિસ્તાપિત થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ઈઝરાયલનું આક્રમણ ત્યારે શરુ થયું જ્યારે હમાસના બંદૂકધારીઓએ સાત ઑક્ટોબરે દક્ષિણ ઈઝરાયલ પર ભીષણ હુમલો કર્યો હતો. જેમાં ઈઝરાયલના 1200 લોકોનાં મોત થયા હતા અને 240 લોકોને આતંકીઓ બંધક બનાવી બંકરમાં છુપાઈ ગયા છે. આ દરમિયાન શનિવારે ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ હમાસને સમાપ્ત કરવા અને અમારા બંધકોને લાવવા પોતાનું અભિયાન ઝડપી કરશે.


