- મુખ્યમંત્રી અને રાજ્યપાલે વડાપ્રધાનનું સ્વાગત કર્યું
- સમગ્ર એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાયું
- અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું
રાજ્યના મહત્વના એવા ગુજરાત વાઈબ્ર્ન્ટ સમિટ માટે વડાપ્રદાન નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર વડાપ્રદાન મોદીના આગમનની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આવતીકાલે ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે જેની સાથે જ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદીના આગમનને લઈને સુરક્ષાની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. જેને લઈને સમગ્ર એરપોર્ટ પોલીસ છાવણીમાં ફરેવાયું છે. ત્યારે પીએમ મોદીનું સ્વાગત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે.
આ પહેલાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં સહભાગી થવા ગુજરાત આવેલા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તાનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આવતીકાલ 9 જાન્યુઆરીના વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
- 9:10 કલાકે પીએમ મોદી રાજભવનથી મહાત્મા મંદિર જવા રવાના થશે
- 9:20 કલાકે મહાત્મા મંદિર ખાતે પહોંચશે PM મોદી
- 9:20થી 9:30 કલાક દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ
- 9:30થી 10 કલાક PM મોદી ટીમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે બેઠક કરશે
- 10:10થી 11:45 કલાક દરમિયાન 5 ગ્લોબલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે PM મોદી
- 11:45થી 12:15 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
- 12:15થી 12:25 અધિકારીઓ સાથે બ્રિફિંગ
- 12:25થી 1 કલાક દરમિયાન PM મોદી મોઝાંબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે
- 1થી 1:10 કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે
- 1:15 કલાકે PM મોદી મહાત્મા મંદિરથી રવાના થશે
- 1:25 કલાકે રાજભવન પહોંચશે PM મોદી
- 1:30થી 2:45 કલાકનો સમય રાજભવનમાં અનામત રાખવામાં આવ્યો છે
- 2:45 કલાકે PM મોદી રજભવનથી રવાના થશે
- 2:55 કલાકે PM મોદી પહોંચશે હેલિપેડ એક્ઝીબિશન સેન્ટર
- 3 થી 4 કલાક દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉધઘટન કરશે અને મુલાકાત લેશે PM મોદી
- 4:05 કલાકે PM મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાંથી રવાના થશે
- 4:10 PM મોદી મહાત્મા મંદિરે પહોંચશે
- 4:10થી 4:45 કલાકનો સમય મહાત્મા મંદિરમાં અનામત રાખવામાં આવ્યો છે
- 4:50 કલાકે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે PM મોદી
- 5:20 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે PM મોદી
- 5:30થી 5:40 UAEના વડાને આવકારશે
- 5:45 કલાકે અમદાવાદ એરપોર્ટથી PM મોદી અને UAEના વડા રોડ શો સ્વરૂપે રવાના થશે
- 6:10 કલાકે PM મોદી UAEના વડા સાથે હોટલ લીલા પહોંચશે
- 6:15થી 8:30 દરમિયાન UAEના વડા સાથે બેઠક, MOU અને ભોજન કરશે PM મોદી
- 8:30 કલાકે PM મોદી રાજભવન જવા રવાના થશે
- 8:45 કલાકે રાજભવન પહોંચી રાત્રિ રોકાણ કરશે PM મોદી


