સરસ્વતી શિશુમંદિરના વિવિધ સંકુલોમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત પ્રવીણકાકા મણીઆર કેમ્પસ (મારૂતિનગર) તથા રણછોડનગર સ્થિત સરસ્વતી શિશુમંદિરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી.
મારૂતિનગર સંકુલ ખાતે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. બળવંતભાઈ જાની, ટ્રસ્ટી ખંતીલભાઈ મહેતા, સંઘ અધિકારી અંકિતભાઈ ચૌહાણ અને મુખ્ય મહેમાન દેવાંગભાઈ માંકડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રણછોડનગર સંકુલ ખાતે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, હાર્દિકભાઈ જોશી અને સંઘ પ્રચારક કૌશલભાઈ ખાંભલિયા હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધ કૃતિઓ તેમજ ભારતીય ઇતિહાસના જ્વલંત પાત્રો અને પ્રસંગોનું સુંદર નાટ્યાત્મક રૂપાંતરણ રજૂ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો, આચાર્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકત્ર થઈ ગરિમાપૂર્ણ ધ્વજવંદન, રાષ્ટ્રગાન અને ભારત માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે વક્તાઓ દ્વારા રાષ્ટ્રસેવા અને દેશભક્તિ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન આપવામાં આવ્યું હતું.


