- PM મોદી અને UAEના રાષ્ટ્રપતિ વચ્ચે રાત્રિ ભોજનનું આયોજન
- રાત્રિ ભોજનમાં કાઠિયાવાડી, ગુજરાતી વાનગીઓ પીરસાશે
- બંને દેશો વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરૂ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ આરબ અમિરાત (UAE)ના વડા મોહમ્મદ બિન ઝાયેદને ગળે ભેટીને આવકાર્યા હતા અને મજબૂત મિત્રતાનો સંદેશ આપ્યો હતો. UAE ના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું અમદાવાદ ઍરપોર્ટ આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્વાગત માટે અગાઉથી એરપોર્ટ પહોંચી ચુક્યા હતા. પીએમ મોદીએ UAE ના પ્રેસિડેન્ટનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.
આ પછી બંને દેશના નેતાઓ ગાંધીનગરની લીલા હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં બંને નેતાઓ અને વિવિધ કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં વિવિધ કરાર કરવામાં આવ્યા હતા. જેમાં હેલ્થ ક્ષેત્રથી લઈ દ્વિપક્ષીય સંબંધો અંગેના કરાર કરવામાં આવ્યા છે. આ સાથે જ UAE અને ભારતના સંબંધોમાં નવા અધ્યાયનો પણ આરંભ થયો છે.
UAEના રાષ્ટ્રપતિ સાથે દ્રિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી અને વિવિધ નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. આ પછી PM મોદી અને UAEના રાષ્ટ્રપતિ વચ્ચે રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાત્રિ ભોજનમાં કાઠીયાવાડી, ગુજરાતી, ભારતીય વાનગી તથા યુએઈની વાનગીઓ બંને દેશના પ્રતિનિધિ મંડળને પીરસવામાં આવશે.
ભવ્ય રોડશોનું આયોજન
UAEના રાષ્ટ્રપતિ પણ ગુજરાત મુલાકાતે આવ્યા છે, PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતાં, જેઓએ UAEના રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અલનાહ્યાન અને PM મોદીનો ભવ્ય રોડ શો શરૂ થયો છે, લોકોએ બંન્ને દેશના નેતાઓને વધાવ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

પ્રોટોકોલ તોડી પહોંચ્યા વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ બંને એક જ ગાડીમાં ચર્ચા કરતાં જોવા મળ્યા હતા. આ પહેલાં UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે PM મોદી તમામ પ્રોટોકોલ તોડીને એરપોર્ટની અંદર સુધી પહોંચી સ્વાગત કર્યું હતું. જેની સાથે જ બંને નેતાઓ વચ્ચેની મિત્રતા જોવા મળી હતી.


