- ચીનની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ
- મુઈજ્જુએ ફૂઝિયાન પ્રાંતમાં માલદીવ માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરી
- મુઈજ્જુએ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (BRI) પ્રોજેક્ટની પ્રશંસા કરી
ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો આ દિવસોમાં વણસેલા છે. ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવના બહિષ્કારની સતત ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ હાલમાં ચીનના પ્રવાસે છે. ભારત દ્વારા કરવામાં આવેલ બહિષ્કારને ધ્યાનમાં રાખીને મુઈજ્જુએ ચીનને અપીલ કરી છે કે તે વધુને વધુ ચીની પ્રવાસીઓ માલદીવની મુલાકાતે મોકલે. ચીનની સત્તાવાર મુલાકાતે ગયેલ મુઈજ્જુએ ફૂઝિયાન પ્રાંતમાં માલદીવ માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ચીનને માલદીવનો સૌથી નજીકનો સાથી મિત્ર ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ‘ચીન અમારા સૌથી નજીકના સાથી અને વિકાસ ભાગીદારોમાંથી એક છે.’
ચીનના BRI પ્રોજેક્ટની કરી પ્રશંસા
માલદીવના મીડિયાના અહેવાલો અનુસાર કોવિડ પહેલા ચીન માલદીવનું પ્રથમ ક્રમનું બિઝનેસ માર્કેટ હતું અને મારો અનુરોધ છે કે અમે ચીનની આ સ્થિતિને ફરી હાંસલ કરવાના પ્રયાસોમાં ઝડપ લાવી રહ્યા છીએ. મુઈજ્જુએ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (BRI) પ્રોજેક્ટની પણ પ્રશંસા કરી અને તેમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. બંને દેશોએ હિંદ મહાસાગર ટાપુ પર એક સંકલિત પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે 50 મિલિયન અમેરિકન ડોલરના પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે.
ચીન સમક્ષ મુઈજ્જુની અપીલ
ધ્યાન આપવા જેવી બાબત એ છે કે મુઈજ્જુની અપીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતીયો દ્વારા માલદીવના પ્રવાસનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ઘણા ભારતીય સેલિબ્રિટીઓ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની અપીલ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ માલદીવના કેટલાક પ્રધાનોની વાંધાજનક ટિપ્પણીઓને લઈને રાજદ્વારી વિવાદ બાદ ભારતીય પ્રવાસીઓએ રિઝર્વેશન રદ કર્યાની ઘટનાઓ વચ્ચે મુઈજ્જુ દ્વારા અપીલ કરવામાં આવી છે.
શું છે માલદીવ સાથેનો વિવાદ?
વાસ્તવમાં તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે આ મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. તસવીરો શેર કરતી વખતે તેમણે ભારતીયોને અપીલ કરી હતી કે તેઓ પણ આ ભારતીય ટાપુની વિઝિટ કરવાનું પ્લાનિંગ કરે. ત્યારબાદ, માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.
માલદીવ સરકારે પોતાના મંત્રીઓને કર્યા સસ્પેન્ડ
લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વીડિયોના જવાબમાં માલદીવના યુવા મંત્રાલયના ત્રણ નાયબ મંત્રી માલશા શરીફ, મરિયમ શિઉના અને અબ્દુલ્લા મહજૂમ મજીદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત અને પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. જોકે, આકરી ટીકા બાદ તેઓએ આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી. પરંતુ બાદમાં માલદીવ સરકારે મરિયમ શિઉના સહિત ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.


