- ટ્રેડ શોમાં અશ્વિનિ વૈષ્ણવ ભારતીય રેલવેના પેવેલિયનની મુલાકાતે
- બપોરે 2:30 વાગ્યે ટેકનોલોજીમાં ભારતનો દસકો સંદર્ભે સેમિનાર
- CM ભૂપેન્દ્ર પટેલ. કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ હાજર રહેશે
આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ છે. જેમાં આજે સેમિ કંડક્ટર અને ઈલેક્ટ્રોનિકસ સંદર્ભે સેમિનાર થશે. ટ્રેડ શોમાં અશ્વિનિ વૈષ્ણવ ભારતીય રેલલેના પેવેલિયનની મુલાકાતે કરશે. બપોરે 2:30 વાગ્યે ટેકનોલોજીમાં ભારતનો દસકો સંદર્ભે સેમિનાર થશે.
CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ હાજર રહેશે
CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ હાજર રહેશે. તેમજ આંતરરાષ્ટ્રીય સ્પેસ કોન્ફરન્સનું પણ આયોજન કરાયું છે. જેમાં ઈસરોના ચેરમેન એસ.સોમનાથ કાર્યક્રમમાં હાજર રહેશે. ઈ-વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જીંગ અહેડ પર સેમિનાર છે. પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટમાં સરબાનંદ સોનોવાલ હાજર રહેશે. તથા ભારત કેનેડા બિઝનેસ: ધ વે ફોરવર્ડ ઓર્ગેનાઈઝેશન્સ સેમિનાર યોજાશે. મહાત્મા મંદીર ખાતે કાર્યક્રમોમાં સવારે 9.૩૦ કલાકે કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સેમિ કંડક્ટર અને ઈલેક્ટ્રોનિકસ સંદર્ભે સેમિનાર મુખ્ય હોલ ખાતે યોજાશે.
બપોરે 2.૩૦ કલાકે ટેકનોલોજીમાં ભારતનો દસકો સંદર્ભે સેમિનાર યોજાશે
બપોરે 2.૩૦ કલાકે ટેકનોલોજીમાં ભારતનો દસકો સંદર્ભે સેમિનાર યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. જે એગ્ઝીબીશન હોલ મહાત્મા મંદીર ખાતે યોજાશે. આંતરરાષ્ટ્રીય સ્પેસ કોંફરન્સ ઓન ન્યુ સ્પેસ એવા કનેક્ટિંગ સાયન્સ નેશન એન્ડ સોસાયટી ઈસરોના ચેરમેન એસ સોમનાથ, પવન ગોએન્કા ચેરમેન ઈન સ્પેસ, સલેમ અલકાબીસી યુએઈ સ્પેસ એજન્સી સેમિનાર હોલ 2માં બપોરે 2.૩૦ યોજાશે. તથા પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ સેમિનાર કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ હાજર રહેશે. તથા સેમિનીર હોલ 1માં સવારે 10 વાગે યોજાશે.
ઈ-વ્હિકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જીંગ અહેડ પર સેમિનારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહેશે
સેમિનાર હોલ ૩માં બિલ્ડિંગ વર્કફોર્સ ફોર ફ્યુચર ડેવલમેન્ટ ઓફ સ્કિલ કેન્દ્રીય મંત્રી ધરમેન્દ્ર પ્રધાન હાજર રહેશે. તથા ઈ-વ્હિકલ મેન્યુફેક્ચરિંગ ચાર્જીંગ અહેડ પર સેમિનારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહેશે. જે સેમિનાર હોલ 2માં સવારે 10 વાગે યોજાશે.


