- ગુજરાતમાં નાના એર ક્રાફ્ટથી વધુ કનેક્ટિવિટી મળશે : કેન્દ્રીય મંત્રી સિંઘ
- પહેલાં 70 એરક્રાફ્ટ હતા, આજે 149 પાઈલટ ભારતમાં
- ગુજરાતમાં નાના નાના એર ક્રાફ્ટથી વધુ કનેક્ટિવિટી મળી રહે તેમ છે
વાઈબ્રન્ટ સમિટના પહેલાં દિવસે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ એમઆરઓ ઓપોર્ચ્યુનિટીઝ ઈન ગુજરાત સંદર્ભે સેમિનાર યોજાયો હતો, જેમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને સિવિલ એવિયેશન રાજ્યમંત્રી જનરલ ડો. વી.કે. સિંઘે જણાવ્યું હતું કે, એવિયેશનમાં નાના એર ક્રાફ્ટની વધુ તકો રહેલી છે. ગુજરાતમાં નાના નાના એર ક્રાફ્ટથી વધુ કનેક્ટિવિટી મળી રહે તેમ છે. આગામી સમયમાં ભારતમાં એક હજારથી વધુ પ્લેન આવશે, 2014માં માત્ર 70 એર ક્રાફ્ટ હતા, જે વધીને આજે 149 થયા છે. આજે મેન્ટનન્સ, રિપેરિંગ અને ઓવરઓલ એટલે કે એમઆરઓ ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મહિલા પાયલોટ ભારતમાં છે. એર કાર્ગો ક્ષેત્રે પણ સરકારે ફોકસ કર્યું છે, જેની ક્ષમતામાં વધારો થયો છે, ઈકોનોમિક ગ્રોથમાં મોટા એર કાર્ગોનું યોગદાન વિશેષ છે.
સુરત, કંડલા, કેશોદ, રાજકોટમાં ભવિષ્યમાં મોટા એર ક્રાફટ ઉતરશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સુજોય ડે એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ સાથે મળીને 11 ગ્રીન ફિલ્ડ ટ્રીપ્સ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. ધોલેરા ગ્રીન ફિલ્ડ એર સ્ટ્રીપનું કામ પ્રગતિમાં છે, અત્યારે નાના મોટા મળીને 10 એર ફિલ્ડ ગુજરાતમાં કાર્યરત છે. સુરત, કંડલા, કેશોદ, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભૂજ અને જામનગરના એરપોર્ટ પર ભવિષ્યમાં મોટા એર ક્રાફટ ઉતરી શકશે.


