- બ્રુનેઈ તેલથી સમુદ્ર થયેલો દેશ છે
- પ્રિન્સના લગ્નને લઈ બ્રુનેઈમાં ભારે તડામાર તૈયારીઓ
- સોશિયલ મીડિયામાં પ્રિન્સ અબ્દુલ મતીન ખૂબ સક્રિય રહે છે
બ્રુનેઈના પોલો ખેલાડી અને એશિયાના સૌથી યોગ્ય કુંવારાઓમાંના એક પ્રિંસ અબ્દુલ મતીને ગુરુવારે પોતાની મંગેતર સાથે લગ્ન કરવા તૈયાર છે. તેલથી સમૃદ્ધ દેશની આ ભવ્ય લગ્ન સમારોહ 10 દિવસ સુધી ચાલશે.
ભવ્ય લગ્ન સમારોહમાં દુનિયાના ધનાઢય લોકો સામેલ થશે
32 વર્ષીય પ્રિન્સ અને તેની 29 વર્ષીય મંગેતર યાંગ મુલિયા અનીશા રોસનાના લગ્ન રાજધાની સેરી બેગવાનમાં સોનાની ગુંબજ ધરાવતી મસ્જિદમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે મતીન એક સમયે સમગ્ર દુનિયામાં સૌથી વધુ સમય સુધી રાજ કરનાર સૌથી ધનવાન વ્યકિત રહેલા સુલ્તાન બોલકિયાનું 10મું સંતાન છે. તેઓ મતીનના મંગેતર એના પિતાના પ્રમુખ સલાહકારોમાંથી એકની પૌત્રી છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં દુનિયામાંથી ધનિક વ્યકિતઓ અને નેતાઓ સામેલ થવાની શક્યતા છે.
પ્રિન્સ હેરી સાથે સરખામણી
બ્રુનેઈવાસીઓ રવિવારે માર્ગો પર શાહી યુગલને પસાર થવા માર્ગ પર એક લાઈનમાં ઊભા રહેવાની યોજના બનાવી રહ્યા છે. જો કે મતીન કરી શાસક બને તેવી કોઈ શક્યતા નથી. પરંતુ તેનો લૂક અને સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સને તેને શાહી પરિવારની હાઈ-પ્રોફાઈલ સભ્યોમાંના એક બનાવી દીધા છે. પ્રિન્સ મૈતીનની સરખામણી બ્રિટનના પ્રિન્સ હેરી સાથે પણ સરખામણી કરવામાં આવે છે. ગત વર્ષે તેઓ પ્રિન્સ ચાર્લ્સ અને રાણી કેમિલાના રાજ્યાભિષેક અને વર્ષ-2022માં રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.


