- વેતન વિવાદના વિરોધમાં હિંસા ફાટી નીકળી
- સરકારે હિંસા ડામવા કડક લીધા પગલાં
- પાપુઆ ન્યૂગિની દેશમાં સોના અને તાંબાની ખાણો છતાં ગરીબી, બેરોજગારીનો દર ઉંચો
મળતી માહિતી પ્રમાણે પાપુઆ ન્યૂગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીના માર્ગો પર હજારો લોકો ઉતરી પડયા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ આગચંપી, તોડફોડ અને લૂંટફાટ મચાવી છે. દેશમાં સતત વધતી બેરોજગારી અને જીવન જરૂરી સુવિધાની અછત તેમજ મોંઘવારીથી તણાવ વધી ગયો છે. રાજધાની પોર્ટ મોરેસ્બીમાં બુધવારે બપોરે વેતન વિવાદના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. ઘટનાને લઈ સેંકડો પોલીસ અધિકારીઓ, સૈનિક, જેલ કર્મચારીઓ અને લોકસેવકોએ પોતાની નોકરી છોડી દીધી છે. પાપુઆ ન્યૂગિની સરકારે વેતન કાપ માટે વહીવટી ગરબડને જવાબદાર ઠેરવી હતી. આ દરમિયાન રાજધાની મોરેસ્બીમાં નવ લોકોનાં મોત થયા હતા. સોના અને ચાંદીની ખાણો ધરાવતા દેશના ઉત્તરમાં આવેલા લાઈમાં સાત લોકોનાં મોત થયા હતા.
પાપુઆ ન્યૂગિનીના રાષ્ટ્રપતિએ હિંસા કાબૂમાં લીધી
પાપુઆ ન્યૂગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, પાપુઆ ન્યૂગિનીના પોલીસ પ્રમુખ, નાણાં વિભાગના ટોચના અધિકારીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. સરકારે રમખાણ ફાટી નીકળવાની ઘટનાની સમીક્ષા કરી રહી છે. વધુમાં પીએમ જેમ્સ મારાપે કહ્યું કે સંગઠિત રમખાણો હોવાના પુરાવા છે. સરકાર સમગ્ર ઘટના અંગે સમીક્ષા કર્યા બાદ લોકતંત્રને સુરક્ષિત રાખવા કાયદો અને વ્યવસ્થાના કડક કરશે. અશાંતિ પર અંકુશ લગાવવા આશરે એક હજાર સૈન્યકર્મીઓ તૈયાર છે. રાજધાનીમાં હિંસા ઓછી થઈ છે. સરકારે વ્યવસ્થા યથાવત્ રાખવા વધારાની પોલીસ તૈનાત કરી દીધી છે.
પાપુઆ ન્યૂ ગિની એક વિકાસશીલ છે. જ્યાં મોટાભાગના ખેડૂતો રહે છે. અહીં આશરે આઠ હજાર ભાષા બોલવામાં આવે છે. 10 મિલિયન લોકો ધરાવતા આ દેશ ઓસ્ટ્રેલિયા પછી સૌથી વધુ વસ્તી ધરાવતો દક્ષિણ પ્રશાંતનો દેશ છે. ઓસ્ટ્રેલિયાની વસ્તી 26 મિલિયન છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથની અલ્બાનીઝે શાંતિની અપીલ કરી હતી. તેમને કહ્યું કે સરકાર પોતાના નજીકના પાડોશીની મદદ માટે કોઈ વિનંતી નથી મળી. અલ્બાનીઝે ગુરુવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાપુઆ ન્યૂગિનીમાં અમારા હાઈ કમિશનર ત્યાં દરેક ઘટના પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના લોકોની દેખરેખ પણ કરી રહ્યા છે.


