- ઇઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધમાં 59,410 લોકો ઘાયલ
- પેલેસ્ટિનિયન રાજદૂતે શુક્રવારે બોલાવી આરબ સમૂહની બેઠક
- છેલ્લા 24 કલાકમાં 147 પેલેસ્ટિનિયનો મોતને ભેટયા
ગાઝામાં પેલેસ્ટિનિયનોનો મૃત્યુઆંક વધીને 23,357 થઈ ગયો છે. ગાઝા સ્થિત આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ શરૂ થયા બાદ ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 23,357 થઈ ગઈ છે, જ્યારે 59,410 લોકો ઘાયલ થયા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે એક ગાઝામાં 2.3 મિલિયનની વસ્તીમાંથી લગભગ 1.9 મિલિયન લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે કારણ કે સમગ્ર પડોસી વિસ્તારને ઇઝરાયલી બોમ્બમારામાં નષ્ટ કરી નાખવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી સેનાના અભિયાનમાં ઓછામાં ઓછા 147 પેલેસ્ટિનિયનો મોતને ભેટયા છે અને અન્ય 243 ઘાયલ થયા છે.
હમાસની મીડિયા ઑફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મધ્ય ગાઝાના દેર અલ-બાલાહમાં અલ-અક્સા શહીદ હોસ્પિટલની નજીકના એક ઘરને નિશાન બનાવતા બુધવારે ઇઝરાયેલી બોમ્બ હુમલામાં એકલા 40 થી વધુ લોકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા.
શુક્રવારે બોલાવવામાં આવી આરબ સમૂહની બેઠક
જણાવી દઈએ કે, પેલેસ્ટિનિયન રાજદૂતે શુક્રવારે યુએનમાં આ મુદ્દો ફરીથી ઉઠાવવા માટે આરબ જૂથની બેઠક બોલાવી છે. સ્થિતિ એકદમ ચિંતાજનક બની છે. સતત હુમલાને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલના તેલ અવીવની મુલાકાતે ગયેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ટૂંક સમયમાં યુદ્ધ ખતમ કરવાની વાત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ યુદ્ધ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થાય.


