- MLA રમણલાલ વોરાએ લખેલા પત્રને કુમાર કાનાણીનું સમર્થન
- લગ્ન નોંધણી ના કાયદામાં ફેરફાર કરવા બાબત ‘ માં લખ્યો પત્ર
- પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા ને સમર્થનનો ઉલ્લેખ કર્યો
હાલમાં ફરી એકવાર લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા અંગે માગણી ઉઠી રહી છે. આ વચ્ચે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના પત્રને લઈ ફરી ચર્ચામાં આવ્યા છે. જેમાં તેમણે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા બાબત માગ કરવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા જે માગ કરવામાં આવી છે. આ વાતનું સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનણીએ સમર્થન કર્યું છે. રમણલાલ વોરા દ્વારા માગ કરવામાં આવી છે કે, લગ્ન નોંધણીમાં પિતાની સહિ ફરજિયાત કરવામાં આવે. જેથી આ મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે.
જેના પર કુમાર કાનાણીએ કહ્યું કે, લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને સહિ કરાવી લેવામાં આવતી હોય છે. જેથી તેના પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે તો લવ જેહાદ સહિતના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે છે. જેથી કરીને પિતાની સહમતિ ફરજિયાત કરવામાં આવે તો આ મુદ્દે ખૂબ ઘટાડો થઈ શકશે.
આ સાથે જ તેમણે કહ્યું કે, કાયદામાં ફેરફાર જરૂરી છે. રમણલાલ વોરાના સમર્થનમાં કુમાર કાનાણી આવ્યા છે. તેમણે રમણલાલ વોરાની માગને સમર્થન આપતાં કહ્યું કે, આ ખૂબ જરૂરી છે કે, લગ્નમાં પિતાનું પણ સમર્થન જરૂરી છે. જેની પર ચર્ચા ફરી શરૂ થઈ છે.


