- ઈરાનનું શહીદ ડ્રોન બેસ્ટ ટેક્નોલૉજીથી બનેલું છે
- અમેરિકાએ રશિયા સામે આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનનો મુક્યો આરોપ
- રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ કરતાં વધુ સમય થયો
ઈરાને રશિયા માટે એક યુક્રેન સામે હુમલો કરી શકે તેવું નવું હુમલાખોર ડ્રોન શહીદ-107 તૈયાર કર્યું છે. રશિયાને જમીનની સપાટીથી માર કરનાર મિસાઈલ પણ વેચશે. મળતી માહિતી પ્રમાણે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઈરાન સોદા હેઠળ રશિયાનો ડ્રોનના કેટલાક યુનિટ વેચ્યા પણ છે. જેની આશરે કીંમત બે મિલિયન ડોલરથી પણ વધુ છે. ઈરાન અને રશિયાની વચ્ચે તાજેતરમાં હથિયારોની મોટી ડીલ થઈ છે. જેની પર અમેરિકાએ વિરોધ નોંધાવ્યો છે.
ઈરાનનું ડ્રોન શહીદ-107 યુક્રેનના દળો દ્વારા ઉપયોગમાં કરાતું બ્રિટીશ અને અમેરિકી મલ્ટિપલ લોંચ રોકેટ સિસ્ટમ જેવી હાઈ વેલ્યુ ધરાવતા યુદ્ધક્ષેત્રને ટાર્ગેટ કરવાની ટૅક્નિકથી તૈયાર છેય શહીદ-107 ડ્રોન 1500 કિલોમીટની રેંજની સાથે વીડિયો ફીડ પણ પુરી પાડે છે. શહીદ-107 ઈરાનનું માનવ રહિત શહીદ ફેમિલી ડ્રોનનો હિસ્સો છે. આ વિસ્ફોટક અને સર્વેલન્સ બંને સ્વરૂપમાં કામ કરી શકે છે. યુએવીના શહીદ-101 પરિવારના ડ્રોનમાં તમામ એક ખાસ આકાની પૂંછડી હોય છે. આ યુએવી અઢી મીટર લાંબુ હોય છે. આના પાંખિયાનો ફેલાવો ત્રણ મીટરનો અને આને વાહનોથી લોંચ કરી શકાય છે.
ઈરાને રશિયાને આપ્યા આત્મઘાતી ડ્રોન
ઈરાનની રાજધાની તહેરાને યુક્રેન અને તેના સહયોગીઓ દ્વારા રશિયાને શહીદ-131 સહિત સિંગલ હુમલો કરનાર ડ્રોન પુરા પાડવાનો આરોપ લગાવ્યો છે. જેને આત્મઘાતી ડ્રોન કહેવામાં આવે છે. કારણ તે આ ડ્રોન ટાર્ગેટ સાથે ઉડીને જાતને પણ બ્લાસ્ટ કરે છે. રશિયાએ યુક્રેન વિરુદ્ધ પોતાના દેશભરમાં નાગરિક અને સૈન્ય ટાર્ગેટના ખતરાને જોતા ડ્રોન અને મિસાઈલ હુમલઓનું સંયોજન કર્યું છે.
કિમ જોંગ ઉનની મિસાઈલથી રશિયા કરી રહ્યું છે યુક્રેન પર હુમલો
ઉત્તર કોરિયા અને ઈરાને હથિયારોના સોદાને લઈ અમેરિકા અને રશિયાને ઘેરી રહ્યું છે. તાજેતરમાં અમેરિકા તરફથી પ્રસિદ્ધ એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનથી મદદ મળી રહી છે. અમેરિકાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ યુક્રેન વિરુદ્ધ વપરાશ માટે રશિયાને બૅલેસ્ટિક મિસાઈલો પુરી પાડી છે. આટલું ઓછું હોય તેમ ઈરાન પાસેથી ઓછી અંતરની બૅલેસ્ટિક મિસાઈલ ખરીદી રહ્યું છે.


