- આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ આપી માહિતી
- મંદિરના નિર્માણ વિશે આપી રસપ્રદ કહાની
- મૂર્તિના શ્યામ રંગ વિશે સોમપુરા જણાવ્યું
ભગવાન રામ મંદિરના નિર્માણનું કાર્ય આખરી તબક્કામાં આવી ગયું છે અને રામલલાના અભિષેકથી લઈને રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. આગામી 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. દેશ વિદેશથી મહેમાનો અયોધ્યા રામ મંદિરના દર્શને આવવાના છે. ત્યારે આ રામ મંદિરના નિર્માણ કાર્યમાં મહત્ત્વનો ફાળો છે એવા મૂર્તિકાર આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ એક એહેવાલામાં જણાવ્યું હતું કે, ભગવાન રામ મંદિરના નિર્માણથી લઈને ભગવાન રામલલાની મૂર્તિ અને મંદિર પરિસર વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી. તેમણે ભગવાન રામલલાની મૂર્તિના શ્યામ રંગ વિશે પણ જણાવ્યું હતું. તો આવો જણાવીએ તમને પણ રામ મંદિર અને રામલલા વિશે…
1988માં સ્થળ પર ગયા હતા સોમપુરા
ચંદ્રકાન્ત સોમપુરાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, સન 1988 માં વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલે વિચાર્યું હતું કે, આ મંદિર કેવી રીતે બનાવવું જોઈએ? ત્યાર બાદ મને ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે આવો તો આપણે સાથે અયોધ્યા જઈશું અને તમે ત્યાંનું સ્થળ જુઓ અને પછી એક યોજના બનાવીશું.
રામલલાની મુર્તિ વિશે જાણો
સોમપુરાએ રામલલાની મૂર્તિના કાળા રંગ વિશે જણાવ્યું હતું કે, 5 વર્ષ જુના રામલલાના કેટલાય સ્કેચ બનાવવામાં આવ્યાં હતાં અને દેશના શ્રેષ્ઠ શિલ્પકારોને મૂર્તિ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સ્કેચ સફેદ અને કાળા પથ્થરની મૂર્તિ બનાવનારાઓને આપવામાં આવ્યા હતા. ત્યાર પછી મૂર્તિની પસંદગી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું રામાયણમાં કહેવાયું છે કે, રામ શ્યામ રંગના હતા, તેથી ઘાટા રંગની મૂર્તિ પસંદ કરવામાં આવી હતી.
રામ મંદિરની માપણી માટે ન હતું કોઈ સાધન
વધુમાં ચંદ્રકાન્ત સોમપુરાએ કહ્યું હતું કે, અયોધ્યા રામ મંદિર બનાવવા માટે જે તે સમયે અયોધ્યામાં રામ મંદિર પાસે ટેપ સાથે કોઈ જવા દેતું ન હતું અને તે સમયે અમે બધા એકસાથે મંદિરમાં ગયા જેથી કોઈને ખબર ન પડે કે તેઓ કેમ મે અહીં આવ્યા છે અને તે એકલો મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા. એ સમય દરમિયાન તે એકલા જ હતા જેમને મંદિર માટે માપ લેવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે પગથિયાં ગણીને મંદિર માપ્યું અને એક પછી એક સંકુલના તમામ ભાગોની આસપાસ ગયા અને પોતાની રીતે માપણી કરી હતી.
આ પહેલા રામ મંદિરમાં ત્રણ પેવેલિઅ હતા અને હવે પાચં છે તેના વિશે તેમણે જણાવ્યું હતું કે, પહેલાં મંદિરમાં બે મંડપ હતા ત્યારે પણ આટલી જ જગ્યા હતી. કારણ કે, વિવાદિત જગ્યા ઘણી હતી તે પછી જ્યારે જગ્યા ઉપલબ્ધ થઈ, ત્યારે ટ્રસ્ટે નક્કી કર્યું કે, હવે મંદિરને મોટું બનાવી શકાશે. ત્યાર બાદ તેમની પાસે સૂચનો મંગાવાયા અને નવી ડિઝાઇન અંગે ઘણા સૂચનો આપ્યા. જ્યારે તેમણે પાંચ મંડપવાળા મંદિરની ડિઝાઈન સૌની સામે રજૂ કરી તો સૌને ગમી. નવી ડિઝાઇનમાં તેમને વધુ એક માળનો ઉમેરો કર્યો છે જે બધું તેમની સંમતિથી જ થયું છે અને આ રામમંદિરની યોજના તેમણે જ બનાવી છે.


