- ત્રણેય મૃતકો મૂળ ભરૂચ જિલ્લાના મનુબર ગામના
- મનુબર ગામના પિતા, પુત્ર અને પુત્રીનું અકસ્માતમાં મોત
- 25થી વધુ વર્ષોથી સ્વાઝીલેન્ડમાં પરિવાર હતો સ્થાયી
આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડમાં ગુજરાતીઓને અકસ્માત નડ્યો છે. જેમાં સ્વાઝીલેન્ડમાં અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. તેમાં ત્રણેય મૃતકો મૂળ ભરૂચ જિલ્લાના મનુબર ગામના હતા. મનુબર ગામના પિતા, પુત્ર અને પુત્રીનું અકસ્માતમાં મોત થયુ છે.
આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડ દેશમાં કારનો અકસ્માત સર્જાયો
25થી વધુ વર્ષોથી સ્વાઝીલેન્ડમાં પરિવાર સ્થાયી હતો. આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડ દેશમાં કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ભરૂચ જિલ્લાના મનુબર ગામના રહેવાસી પિતા, પુત્ર અને પુત્રીનું મોત નિપજ્યું છે. ઇલ્યાસભાઈ ( મનુબરવાલા ) તેમના પુત્ર અને પુત્રી કાર અકસ્માતમાં મોત થયુ છે.
અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા
ભરૂચ જીલ્લાના મનુબર ગામના રહીશ ઇલ્યાસ પટેલ, 13 વર્ષીય પુત્રી મુસ્કાન અને 16 વર્ષીય પુત્ર મોહમ્મદ માઝ પટેલનું નિધન થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 25 વર્ષથી આ પરિવાર આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં સ્થાઇ થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.


