- ન્યૂ સિટીલાઇટ આશીર્વાદ એસ્ટેટમાં પતંગોત્સવનું આયોજન થયુ
- માનસિક-શારીરિક રીતે વિકલાંગ બાળકો ઉત્સાહભેર પતંગોત્સવમાં જોડાયા
- આ પતંગોત્સવમાં દિવ્યાંગ બાળકો પોતીકું પર્વ મનાવી રહ્યાં છે
અગ્રિમ અખબાર સંદેશ દ્વારા સુરતના ન્યૂ સિટીલાઇટ આશીર્વાદ એસ્ટેટમાં દિવ્યાંગ અને કુદરતની દેન ગણાતા વિશેષ બાળકો પણ સામાન્ય લોકોની માફક જ ઉત્તરાયણ પર્વની ઉજવણીનો અનેરો લહાવો માણી શકે તે હેતુથી પતંગોત્સવનું આયોજન ગુરૂવારના રોજ કરવામાં આવ્યુ હતું.
માનસિક-શારીરિક રીતે વિકલાંગ બાળકો ઉત્સાહભેર પતંગોત્સવમાં જોડાયા
સુરત સંદેશ પરિવાર દ્વારા દોઢ દાયકા ઉપરાંતથી સમાજના વિશેષ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સંદેશનો પતંગોત્સવમાં સુરત, નવસારી, બારડોલી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની 20 શાળા અને સંસ્થાના 2 હજારથી વધુ માનસિક-શારીરિક રીતે વિકલાંગ બાળકો ઉત્સાહભેર પતંગોત્સવમાં જોડાયા હતા.

આ પરંપરામાં દિવ્યાંગ બાળકો પોતીકું પર્વ મનાવી રહ્યાં છે
અગ્રિમ અખબાર ‘સંદેશ’ દ્વારા દિવ્યાંગ બાળકો માટે દર વર્ષે વિશેષ પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. દિવ્યાંગ અને કુદરતની દેન ગણાતા વિશેષ બાળકો પણ સામાન્ય લોકોની માફક જ ઉત્તરાયણ પર્વની ઉજવણીનો અનેરો લહાવો માણી શકે તે હેતુથી પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરા આ વર્ષે પણ ગુરુવારે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી ન્યૂ સિટીલાઈટ સ્થિત ઓમ ટેરેસની સામે આવેલા આશિર્વાદ એસ્ટેટ-આંબાવાડીમાં આયોજન કરાયું છે. આ પતંગોત્સવમાં દિવ્યાંગ અને વિશેષ બાળકો પતંગના સહારે ઉત્સાહરૂપી ઉડાન ભરશે. પરંપરા પ્રમાણે વર્ષોથી જાન્યુઆરીમાં આ પર્વ ઉજવાય છે. જેમાં આ પરંપરામાં દિવ્યાંગ બાળકો પોતીકું પર્વ મનાવી રહ્યાં છે.

બાળકોને ચા-નાસ્તા બાદ મિષ્ટાન, ફરસાણ સહિતની અવનવી વાનગીઓ સાથેનું ભોજન પીરસાયુ
દિવ્યાંગ બાળકોનું ચીકીથી મોઢું મીઠું કરાવ્યા બાદ પતંગ- ફીરકી, ટોપી આપી પતંગોત્સવનો આરંભ કરાવ્યો હતો. અહીં વિશાળ ગ્રાઉન્ડમાં બાળકો પતંગ ઉડાવવાની મજા સાથે ડીજેના તાલે પણ ઝૂમી ઉઠ્યા છે તેવી શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે બાળકોને સવારે ચા-નાસ્તા બાદ મિષ્ટાન, ફરસાણ સહિતની અવનવી વાનગીઓ સાથેનું ભોજન પણ પીરસવામાં આવ્યુ હતુ. સંદેશના આ અનોખા પતંગોત્સવમાં રાજકીય, સામાજિક, સરકારી, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ સામેલ થયા છે.


