- સારવાર દરમિયાન SSG હોસ્પિટલમાં બાળકીનું મોત
- બાળકીને તાવ અને ન્યુમોનિયાની થઈ હતી અસર
- ડાકોરના પરિવારની બાળકીનું ઇન્ફ્લુએન્ઝાથી મોત
વડોદરમાં શહેરમાં એક ચાર વર્ષીય બાળકીના મોતના સમાચાર મળી રહ્યાં છે. બાળકીની તાવની અસર થતાં બીમાર હતી. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડોદરામાં તપાસ દરમિયાન ન્યુમોનિયાની અસર જોવા મળી હતી જેની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તબીબો ચાર વર્ષની માસૂમ બાળકીને બચાવી શક્યા ન હતા. બાળકીનું મોત ઈન્ફ્લ્યુએન્ઝાની બીમારીથી નીપજ્યું હતું.
તાવ અને ન્યુમોનિયાની અસર
મળતી માહીતી મુજબ, વડોદરામાં ઈન્ફલ્યુએન્ઝા ગ્રસ્ત એક ચાર વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. આ બાળકીને તાવ અને ન્યુમોનિયાની અસર થઈ ગઈ હતી. જેની સારવાર વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
એસએસજી હોસ્પિટલમાં સારવાર
ડાકોરમાં વસતા આ પરિવારની ચાર વર્ષની બાળકીને તાવની અસર થઈ જતાં તાવની દવા ચાલુ હતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બાળકીને ન્યુમોનિયાની અસર થઈ ગઈ હતી. બાળકીને ન્યુમોનિયાની ગંભીર અસર થતાં તેને સિરીયસ હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી. પરંતું વડોદરામાં સારવાર દરમિયાન તબીબો બાળકીનો જીવ બચાવી શક્યા ન હતા. 4 વર્ષની માસૂમ બાળકીના મોતથી પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો હતો.
તાજેતરમાં જ સુરતમાં આવો જ બનાવ બન્યો હતો
સુરતમાં આવેલા લિંબાયતના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સુભાષનગરમાં રહેતા પરિવારમાં એક માસુમ બાળકનું મોત થયું છે. આ માસુમ 22 દિવસના બાળકનું નામ શુભમ હતું. શુભમને ફક્ત સામાન્ય શરદી, ખાંસી હતી અને ઉલટી થવાની સમસ્યા હતી. પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો પણ બાળકને બચાવી શકાયો ન હતો.


