- મોરેશિયસમાં હિંદુ કર્મચારીઓને બે કલારની રજા મળશે
- અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાનારા સ્થાનિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે
- મોરેશિયસના વડાપ્રધાને લીધે મહત્ત્વનો નિર્ણય
મોરેરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથના નેતૃત્વમાં મોરેશિયસ કેબિનેટમાં શુક્રવારે એક સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે કેબિનેટે સોમવારે 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે બે વાગ્યે બે કલાકે વિશેષ રજા આપવાની સહમતી વ્યક્ત કરી છે. ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ યોજાનારા ભવ્યાતિભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર સમગ્ર દુનિયાની નજર છે. વિશ્વમાં ફેલાયેલા હિંદુ આસ્થા ધરાવતા લોકો આ દિવ્ય અને ભવ્ય ઉજવણી કરાશે. મોરેશિયસની સરકારે એક મહત્ત્વની જાહેરાત કરી છે. જે પ્રમાણે મોરેશિયસમાં 22 જાન્યુઆરીએ હિંદુ આસ્થા ધરાવતા અધિકારીઓને બે કલાક સ્પેશિયલ રજા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન તેઓ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ પર થનારા સ્થાનિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથે ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનને લઈ આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેથી હિંદુ આસ્થાને પબ્લિક ઓફિસર 22 જાન્યુઆરીએ બે કલાક માટે વિશેષ રજા પર રહેશે. નિવેદનમાં એ વાતનો પણ વિશેષ ઉલ્લેખ છે કે આ ઐતિહાસિક ઘટના છે, કારણ કે, આ અયોધ્યમાં ભગવાન રામના પરત ફરવાનું પ્રતીક છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામલલાની મૂર્તિની સ્થાપના કરશે. ભવ્ય મંદિરના ઉદઘાટન માટે ઘણા નેતાઓ વિશિષ્ટ વ્યકિતઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. મંદિરના અધિકારીઓ અનુસાર આ સમારોહ 16 જાન્યુઆરીથી શરૂ થશે જે સાત દિવસ સુધી સતત ચાલુ રહેશે.


