- PM નરેન્દ્ર મોદીનું દક્ષિણ ભારત પર વિશેષ ધ્યાન
- PM મોદી 16 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી પહોંચશે.
- PM મોદી 17 જાન્યુઆરીએ કેરળના કોચી પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી 16 જાન્યુઆરી અને 17 જાન્યુઆરીએ દક્ષિણ ભારતના પ્રવાસે જશે. તે દરમિયાન તેઓ આંધ્રપ્રદેશ અને કેરળ જવાના છે. જ્યાં પીએમ નરેન્દ્ર મોદી અનેક સરકારી યોજનાઓનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે.
વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે
આગામી લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં દક્ષિણ ભારત પર વધુ ધ્યાન આપી રહ્યા છે. પીએમ મોદી 16 અને 17 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે. અહીંયા પીએમ નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને વિવિધ સરકારી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
PM મોદી રાત્રી રોકાણ કેરળમાં કરશે
પીએમ નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ બપોરે 2.30 કલાકે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી પહોંચશે. જ્યાં પીએમ મોદી નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN)નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ પીએમ મોદી મોડી રાત્રે કેરળના કોચીમાં આવેલા સ્ટેટ હાઉસ મરીન ડ્રાઇવમાં, કોચી ખાતે રાત્રી રોકાણ કરશે છે અને બીજા દિવસે બુધવારે, 17 જાન્યુઆરીએ સવારે 7.40 વાગે ગુરુવાયુર મંદિરમાં દર્શન અને પૂજા વિધી કરશે.
PM મોદી 17 જાન્યુઆરીએ કેરળના કોચીમાં
પીએમ નરેન્દ્ર મોદી 17મી જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે કોચીમાં વિવિધ વિકાસના પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે અને બપોરે 12 વાગે મરીન ડ્રાઈવ મેદાનમાં શક્તિ કેન્દ્રના પ્રભારીઓની એક કોન્ફરન્સમાં સામેલ થશે. આ વર્ષની શરૂઆતથી પીએમ મોદીની દક્ષિણ ભારતની આ બીજી મુલાકાત છે અને આ પહેલાં વર્ષના પ્રારંભે જ પીએમ મોદીએ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળના પ્રવાસથી શરૂઆત કરી હતી.
PM મોદીનું દક્ષિણ ભારત પર વિશેષ ધ્યાન
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે ભાજપ દક્ષિણ ભારત પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. હકીકતમાં, વિરોધીઓની હાજરી ઉત્તર કરતાં દક્ષિણ ભારતમાં વધુ છે. જેને સંબોધવા માટે વડાપ્રધાન મોદી દક્ષિણ ભારતના પ્રવાસે છે. આ પહેલા 13 જાન્યુઆરીએ પીએમએ કેન્દ્રીય મંત્રી મુરુગલના ઘરે પોંગલ તહેવારની ઉજવણી કરી હતી અને 25 ડિસેમ્બર, 2023માં તેમણે કેરળના લોકો વચ્ચે ક્રિસમસની ઉજવણી પણ કરી હતી.


