- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ
- આ સિરીઝમાં ભારતે અત્યાર સુધી 2-0ની લીડ મેળવી
- શુભમન ગિલ માટે T20 ટીમમાં વાપસી કરવી મુશ્કેલ
ભારતે અફઘાનિસ્તાન સામેની 3 T20 મેચની સિરીઝ પર કબ્જો કરી લીધો છે. આ સિરીઝમાં ભારતે અત્યાર સુધી 2-0ની લીડ મેળવી લીધી છે. સિરીઝની બીજી મેચમાં ભારતના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે તોફાની ઇનિંગ રમી છે. યશસ્વી પ્રથમ મેચમાં રમ્યો નહોતો, પરંતુ આ ખેલાડી સિરીઝની બીજી મેચમાં પરત ફર્યો હતો અને રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. શુભમન ગિલની જગ્યાએ યશસ્વીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં યશસ્વીએ શાનદાર ઇનિંગ રમી છે. આ ખેલાડીએ માત્ર 34 બોલમાં 68 રનની તોફાની ઇનિંગ રમી છે. આ પરથી લાગે છે કે શુભમન ગિલ માટે હવે વાપસી કરવી મુશ્કેલ બની ગઈ છે.
યશસ્વીએ 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
યશસ્વીએ બીજી T20 મેચમાં શાનદાર ઇનિંગ રમી છે. તેણે 200ના સ્ટ્રાઈક રેટથી 68 રનની ઈનિંગ્સ રમી છે. આ ઈનિંગ દરમિયાન તેણે 5 ફોર અને 6 સિકસર પણ ફટકારી હતી. આવી સ્થિતિમાં શુભમન ગિલની જગ્યાએ યશસ્વી યોગ્ય છે. આ ખેલાડીને ગિલના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને તેણે કમાલ કરી બતાવી છે. આના પરથી લાગે છે કે ખેલાડીએ શુભમન ગિલનું સ્થાન છીનવી લીધું છે. હવે શુભમન ગિલને ટીમમાંથી બહાર થવું પડી શકે છે. પ્રથમ T20માં ગિલને પોતાનું સ્થાન મજબૂત કરવાની તક મળી, પરંતુ તેના બેટમાંથી માત્ર 23 રન જ બન્યા. આવી સ્થિતિમાં યશસ્વીએ ગિલ કરતાં ઘણી સારી ભૂમિકા ભજવી છે.
ગિલ માટે T20 વર્લ્ડકપમાં રમવું મુશ્કેલ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝ બાદ ભારતે વર્લ્ડકપ રમવાનો છે. આવી સ્થિતિમાં જૂન મહિનામાં રમાનાર T20 વર્લ્ડકપમાં યશસ્વીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. જો આમ થશે તો શુભમન ગિલ માટે ટીમમાં રમવું મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં, શક્ય છે કે યશસ્વી T20માં ગિલની જગ્યા કાયમ માટે છીનવી શકે. હવે 17મી જાન્યુઆરીએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. ટીમ સિલેક્ટર આ મેચમાં યશસ્વીના પ્રદર્શન પર પણ ખાસ ધ્યાન આપશે.


