- ગોવા હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે.
- તેના પતિને બેંગલુરુમાં પુત્રને મળવા બોલાવ્યા બાદ સુચના પોતે ગોવા ગઈ હતી
- જનેતાએ જ 4 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી નાખી
બેંગલુરુમાં એક AI કંપનીના CEO સુચના સેઠે કથિત રીતે ગોવાની એક હોટલમાં તેના 4 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી નાખી હતી. આ પછી દેશભરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. હવે આ મામલે દરરોજ એક નવો ખુલાસો થઈ રહ્યો છે. આરોપી CEOએ તેને 7 જાન્યુઆરીએ બાળકને બેંગલુરુના એક વિસ્તારમાં લઈ જવા કહ્યું હતું. જો કે, એક દિવસ પહેલા તેણીએ ગોવામાં એક સર્વિસ એપાર્ટમેન્ટમાં ચેક ઇન કર્યું હતું.
સુચના શેઠના પતિ વેંકટ રમણના વકીલે કર્યો ખુલાસો
સુચના શેઠના પતિ વેંકટ રમણના વકીલે જણાવ્યું કે CEOએ 6 જાન્યુઆરીએ રમણને ઈ-મેલ મોકલ્યો અને કહ્યું કે તેઓ બીજા દિવસે તેમના બાળકને મળી શકે છે. જો કે, ગોવાના સર્વિસ્ડ એપાર્ટમેન્ટના મેનેજરે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, ઈ-મેલ મોકલવામાં આવ્યો તે જ રાત્રે તેણે તેના ચાર વર્ષના પુત્ર સાથે ચેક ઇન કર્યું હતું.
પતિને ખબર ન હતી કે દીકરો ગોવામાં છે
વકીલે વધુમાં જણાવ્યું કે 10 જાન્યુઆરી સુધીમાં રૂમ બુક થઈ ગયો હતો અને પેમેન્ટ પણ થઈ ગયું હતું. રમણના વકીલે કહ્યું કે પતિને ખબર ન હતી કે તેની પત્ની અને બાળક ગોવામાં છે અને તે તેને નિયુક્ત સ્થળે મળવા ગયો, એક કલાક રાહ જોઈ, તેને એક વોટ્સએપ મેસેજ અને બે ઈ-મેલ મોકલ્યા અને પૂછ્યું કે બધું બરાબર છે કે કેમ. તેણી આવી ન હતી, પછી તે ચાલ્યો ગયો.
રમણે શનિવારે બપોરે ગોવા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યુ
એક રિપોર્ટ અનુસાર રમણે શનિવારે બપોરે ગોવા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું અને કહ્યું કે છેલ્લા પાંચ અઠવાડિયાથી તેને બાળકને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. રમણના વકીલ અઝહર મીરે વધુમાં કહ્યું કે અમને કોઈ ન્યાયની આશા નથી. બાળક મરી ગયું છે અને માતાએ આવું શા માટે કર્યું તે ખબર નથી.
એક માતા તેના બાળક સાથે આવું કેવી રીતે કરી શકે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે હત્યાનું કારણ શું હોઈ શકે છે, તો વકીલે કહ્યું, ‘અમે માત્ર અનુમાન કરી શકીએ છીએ. એક માતા માટે તેના બાળક સાથે આવું કરવું એ એટલું અકુદરતી છે કે કોઈ કોઈને કોઈ જવાબ આપી શકતું નથી. અમે અનુમાન કરી શકીએ છીએ કે તે કદાચ પુત્ર પિતા મળે નહી તેથી જ તેણે કેસ દાખલ કર્યો. દરેક પક્ષ માને છે કે તેમનો અધિકાર છે, પરંતુ બાળકને માતા અને પિતા બંને દ્વારા પ્રેમ કરવાનો સમાન અધિકાર છે.’


