- સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને ડિસામાં 9 ડિગ્રી
- 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ નોંધાયુ
- કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી
રાજ્યમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તેમજ સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને ડિસામાં 9 ડિગ્રી છે. અમદાવાદ અને નલિયામાં તાપમાન 10 ડિગ્રી છે. તથા કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી છે.
આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. કચ્છમાં કોલ્ડવેવની અગાહી છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. પરંતુ આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગાડવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે.
ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે
વડોદરા અને પોરબંદરમાં તાપમાન 13 ડિગ્રી છે. તેમજ ભુજ અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુંગાર રહ્યું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.


