- નપાના પૂર્વ પ્રમુખ મહાદેવ જેપાલનું હાર્ટ એટેકથી મોત
- મફાભાઈ માળીનું પણ હાર્ટ એટેકથી મોત
- બે લોકોના મોતથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો
થરાદમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 2ના મોત થયા છે. જેમાં નપાના પૂર્વ પ્રમુખ મહાદેવ જેપાલનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તથા મફાભાઈ માળીનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે. બનાસકાંઠાના થરાદ પંથકમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટ અટેકથી મોત થતા પથંકમાં ચકચાર મચી છે.
થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ જેપાલનું હાર્ડ એટેકથી મૃત્યુ
થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ જેપાલનું હાર્ડ એટેકથી મૃત્યુ નિપજયું છે. તેમજ માળી મફાભાઈનું પણ હાર્ટ એટેકથી મોત થયુ છે. બે લોકોના મોતથી તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શું તમને ખબર છે કે, હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં કેટલાક ખાસ સંકેતો જોવા મળે છે. જેથી સમય રહેતા હ્રદયરોગનો ઈલાજ કરાવવો જરૂરી છે, જેથી તમે તમારો જીવ બચાવી શકો છો.
ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત
કોરોનરી આર્ટરી, હ્રદયને જરૂરી પ્રમાણેમાં ઓક્સિજન અને પોષકતત્ત્વો ના પહોંચવાને કારણે હાર્ટ એટેક આવે છે. છાતીમાં દુખાવો અથવા ભારે ભારે લાગે તો તે હ્રદય નબળુ પડવાના સંકેત હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં ડોકટરની મુલાકાત લઈને ઈલાજ કરાવવો જોઈએ. જડબામાં દુખાવો થતો હોય તો તે હ્રદયની બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ બિમારીનો ઈલાજ કરાવવો જરૂરી છે. ગરમીમાં પરસેવો થવો તે એક સામાન્ય બાબત છે. ગરમી ના હોય તો પણ પરસેવો વળવા લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત આપે છે.


