- પક્ષી સાથે અથડાતા પ્લેનના સ્ટારબોર્ડ એન્જિનમાં આગ લાગી
- એરલાઈન ટી વે એયરનું બોઈંગ 737-800 ને નડ્યો અકસ્માત
- પ્લેન ટોક્યોના નરિતા ઈન્ટરનેશનલ એરપોર્ટથી નીકળ્યું હતું
જાપાનમાં 122 યાત્રીઓને લઈ જતા એક બોઈંગ પ્લેનના એન્જિનમાં અચાનકથી આગ લાગી હતી. આ પછી તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાન દક્ષિણ કોરિયાના ઈંચિયોન હવાઈ મથકે પહોંચવાનું હતું. વિમાનના સ્ટારબોર્ડ એન્જિનમાં એ સમયે આગ લાગી જ્યારે તે એક પક્ષી સાથે અથડાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
એરલાઈન ટી વે એયરનું બોઈંગ 737-800 ને નડ્યો અકસ્માત
મળતી માહિતિ અનુસાર એરલાઈન ટી વે એયરનું બોઈંગ 737-800 પ્લેનના જાપાનની રાજધાની ટોક્યોના નરિતા ઈન્ટરનેશનલ એરપોર્ટથી નીકળ્યું હતું. તે વિમાન સ્થાનિક સમય અનુસાર 9.30 મિનિટે દક્ષિણ કોરિયાના ઈંચિયોન હવાઈ મથકે પહોંચવાનું હતું. આ પહેલા તે બર્ડ હિટનો શિકાર બન્યું અને પ્લેનના એન્જિનમાં આગ લાગી.
એન્જિથી નીકળવા લાગી આગ
સ્થિતિ ત્યારે ગંભીર બની જ્યારે એન્જિનમાંથી આગ નીકળવા લાગી અને સાથે ધીરે ધીરે વિમાનના પાછળના ભાગમાં આગ પહોંચી. આ પછી પાયલટે યાત્રીઓ અને ચાલક દળની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપાતકાલીન લેન્ડિંગ કરાવ્યું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં વિમાનની આગની લપેટો સાફ જોવા મળી રહી છે.
શું કહ્યું મુસાફરે
એક મુસાફરે કહ્યું કે ઘટના જોયા બાદ મારા હાથ-પગ કાંપી રહ્યા હતા. મારો પરિવાર કંઈ બોલી શકતો ન હતો. હું ડરી ગયો હતો. મને લાગતું હતું કે હવે ક્યારેય ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકું.


