- આતંકવાદી, દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
- વારંવાર બિનવારસી ડ્રગ્સ મળવાના પગલે તકેદારીના ભાગરૂપે નિર્ણય
- 21 નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર દરગાહ સહિતના ધાર્મિક સ્થળો છે
કચ્છની સીમાવર્તી સંવેદનશીલ દરિયાઈ ક્રીકો અને સરહદી દરિયાઈ વિસ્તારમાં માનવ વસાહત રહિત અબડાસાના 10, લખપત તાલુકાના 10 અને પૂર્વ કચ્છના એક નિર્જન સહિત કુલ 21 ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. કેટલાક ટાપુઓ પરથી વારંવાર બિનવારસું ડ્રગ્સ મળવાની ઘટના ઉપરાંત રાષ્ટ્ર વિરોધી અને દાણચોરી જેવી ઘટનાઓને રોકવા તકેદારીના પગલારૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા પ્રથમ વખત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
કચ્છના માનવ વસાહત રહિત 21 નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર દરગાહ સહિતના ધાર્મિક સ્થળો છે, જ્યાં વિવિધ ધાર્મિક પ્રસંગોએ મેળા તેમજ દર્શનાર્થીની અવરજવર છે. જેમાં રાષ્ટ્ર વિરોધી-દાણચોરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતાં તત્ત્વો માટે સહેલાઈથી આશ્રાયસ્થાનની તેમજ હથિયારો અને નશાકારક પદાર્થ સંતાડવા ઉપયોગ કરે તેવી પૂરી સંભાવનાથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ 21 નિર્જન ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે.
રાષ્ટ્રીય સલામતી માટે બે એસપીએ દરખાસ્ત કરી હતી
રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી, દેશદ્રોહી ઉપરાંત ડ્રગ્સની હેરાફેરીને રોકવા પૂર્વ અને પિૃમ કચ્છ પોલીસવડાએ કરેલી દરખાસ્તને ધ્યાને લઈને જિલ્લાના 21 ટાપુઓમાં આવન-જાવન ઉપર સંભવિત કચ્છનાં ઈતિહાસમાં પ્રથવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું એડિશનલ કલેક્ટર મિતેશ પંડયાએ જણાવ્યું હતું.


