- નાસા એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે
- પ્રોજેક્ટ માટે 12 જેટલી કંપનીઓની પસંદગી કરાઇ
- નાસા પ્રોજેક્ટ પર 39 અબજ રૂપિયા ખર્ચ કરવાની છે
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ માટે તેણે 12 જેટલી કંપનીઓની પસંદગી કરી છે. નાસા તેના પ્રોજેક્ટ પર 39 અબજ રૂપિયા ખર્ચ કરવાની છે. આ પ્રોજેક્ટનો કરાર સપ્ટેમ્બર 2030 સુધી લંબાવી શકાય છે.
નાસાનો નવો પ્રોજેક્ટ શરૂ
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા એક નવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પ્રોગ્રામ માટે 12 કંપનીઓની પસંદગી કરી છે. આ પ્રોગ્રામ દ્વારા કંપનીઓએ રિસર્ચ અને એન્જિનિયરિંગ જેવા કામ કરવા પડશે. નાસા આ કાર્યક્રમ માટે 478 મિલિયન ડોલર (39 અબજ રૂપિયા) ખર્ચ કરવાની છે. કંપનીઓ સ્પેસ ફ્લાઇટ, ગ્રાઉન્ડ હાર્ડવેર અને સોફ્ટવેર, ટકાઉ એન્જિનિયરિંગ સેવાઓ, પેલોડ સુવિધા એકીકરણ અને સંશોધન મિશન એકીકરણ કામગીરી સેવાઓ પ્રદાન કરશે.
દરેક કંપનીને એવોર્ડ અપાશે
સ્પેસ એજન્સી નાસા દરેક કંપનીને એવોર્ડ પણ આપશે. નાસાના પ્રોજેક્ટ માટે સાત વર્ષનો કરાર કરવામાં આવ્યો છે. આ કરાર શુક્રવારથી શરૂ થાય છે અને 30 સપ્ટેમ્બર, 2030 સુધી લંબાય છે. જે કંપનીઓની પસંદગી કરવામાં આવી છે તેમાં એજીસ એરોસ્પેસ, જેઈએસ ટેક, ટેક માસ્ટર્સ, ટેક્સાસના લિડોસનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટનું મોટા ભાગનું કામ સમગ્ર દેશમાં કોન્ટ્રાક્ટર સુવિધાઓ દ્વારા કરવામાં આવશે.
કરારમાં નાના બિઝનેસ રિઝર્વનો પણ સમાવેશ
નાસાના અન્ય કેન્દ્રો પર પણ જરૂરિયાત મુજબ સેવાઓની જરૂર પડી શકે છે. કરારમાં નાના બિઝનેસ રિઝર્વનો પણ સમાવેશ છે, જેમાં એજીસ, સિમરોન, કંસોલિડેટેડ સેફ્ટી સર્વિસેજ, જેઈએસ ટેક, મેટીસ અને ટેક માસ્ટર્સની પસદંગી કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું.


