- ઝિમ્બાબ્વેને 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો
- છેલ્લી ઓવરમાં વિજય માટે 20 રનની જરૂર હતી
- જોંગવે અને મદાંડેએ લોંગ શોટ્સ રમીને ટીમને એક બોલ બાકી રાખીને જીતાડી દીધી હતી
છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી બીજી ટી20માં ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને પરાજય આપ્યો હતો. ઝિમ્બાબ્વેને 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને તેને છેલ્લી ઓવરમાં વિજય માટે 20 રનની જરૂર હતી. જોંગવે અને મદાંડેએ લોંગ શોટ્સ રમીને ટીમને એક બોલ બાકી રાખીને જીતાડી દીધી હતી. ઝિમ્બાબ્વે માટે ક્રેગ ઇરવિને 54 બોલમાં 70, જોંગવેએ 12 બોલમાં 25 રન બનાવ્યા હતા. આ સાથે બંને વચ્ચેની શ્રેણી 1-1થી સરભર થઇ હતી. શ્રીલંકાએ છ વિકેટે 173 રન બનાવ્યા હતા. યજમાન ટીમની ઇનિંગમાં મુખ્ય યોગદાન મિડલ ઓર્ડરમાં ચરીથ અસાલંકાના 39 બોલમાં 69 તથા એન્જેલો મેથ્યુઝના અણનમ 66 રનનું રહ્યું હતું. શ્રીલંકાએ ઇનિંગનો ખરાબ પ્રારંભ કર્યો હતો અને 27 રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મેથ્યુઝ અને અસાલંકાએ પાંચમી વિકેટ માટે 79 બોલમાં 118 રનની ભાગીદારી નોંધાવીને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.


