- ચીન હવે લેબમાં નવા ઘાતક વાયરસ પર સંશોધન કરી રહ્યો છે
- એકવાર ફરી દુનિયાને બરબાદ કરવા ચીન તૈયાર
- ઉંદરો પર કોરોના વાયરસના સેંકડો પ્રયોગ કર્યા
વિશ્વમાં ત્રણ વર્ષ પહેલા એટલે કે વર્ષ-2020માં કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારી આવી હતી. આના લીધે લાખો લોકોનાં મોત થયા હતા. કોરોનાની બીમારી માટે આખી દુનિયાએ ચીનને જવાબદાર ઠેરવ્યું હતું, કારણ કે, વાયરસ ચીનની વુહાન લેબથી નીકળ્યો હતો. આમ છતાં એકવાર ફરીથી ચીન આખી દુનિયાને કોરોના જેવા રોગચાળાની ઝપટમાં નાખી શકે છે.
તાજેતરમાં ત્રીજી જાન્યુઆરીએ એક ખાનગી વેબસાઈટ પર પ્રકાશિત જનરલ પેપર અનુસાર ચીન એક ઘાતક કોવિડ જેવા વાયરસ પર પ્રયોગ કરી રહ્યો છે. આનો દાવો એક જર્નલમાં પણ કરવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે ચીની સૈન્ય ટ્રેંડ ડૉકટરો પેંગોલિન કોરોના વાયરસ નામના એક નવો વેરિયન્ટ તૈયાર કર્યો છે.
ઉંદરો પર ખતરનાક પ્રયોગ
ચીની સૈન્યના તબીબોની એક ટીમે પેંગોલિન કોરોના વાયરસ વેરિયન્ટના પ્રયોગ ઉંદરોના એક ગૃપ પર કર્યો હતો. તેઓએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે પેંગોલિન કોરોના વાયરસની અસર ઉંદરો પર કેવી હોય છે. ઉંદરોના ગૃપના ચાર ઉંદરને એક્ટિવ વાયરસના ડોઝ અપાયા અને બાકી ચાર ઉંદરોને ચેપગ્રસ્ત ઉંદરોને સાથે રાખવામાં આવ્યા હતા. તેમને સાતથી આઠ દિવસમાં જોવા મળ્યું કે તંદુરસ્ત ઉંદરો ચેપગ્રસ્ત ઉંદરોના સંબંધમાં આવી તેઓ પણ ચેપગ્રસ્ત થઈ ગયા હતા. તબીબોને જાણવા મળ્યું કે ચેપ લાગ્યા બાદ તમામ ઉંદરોનું વજન ખૂબ ઉતરી ગયું હતું. તેમની આંખો સફેદ પડી ગઈ હતી. અને છેલ્લે તેઓ મોતને ભેટયાં હતાં.
માનવ માટે જીવલેણ
ચીને ઉંદરો પર કરેલા જીવલેણ પ્રયોગના પરિણામ ખૂબ ખતરનાક હતા. ઉંદરોને વાયરસના ડોઝ આપ્યા પછી તેમાં ખતરનાક ફેરફાર જોવા મળ્યા હતા. વાયરસ ચેપગ્રસ્ત ઉંદરોના ફેફસાઓમાં ફેલાઈ ગયા છે. ઉંદરોના મગજ પર પણ વાયરસે હુમલો કર્યા બાદ તેનું મોત થયું હતું.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મોતનું કારણ વિલંબથી થતા મસ્તિક ચેપ સાથે સંકળાયેલું હોઈ શકે છે. જો કે તેમને એવો પણ કયાસ લગાવ્યો છે કે પેંગોલિન કોરોના વાયરસ hACE2 ઉંદરોનાં મોત માટે જવાબદાર હતો. આ ઉપરાંત આ માનવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.


