- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી T20
- બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રેકોર્ડની વણઝાર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 ઈન્ટરનેશનલ સીરીઝની ત્રીજી મેચ બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમનો દાવ ખોરવાઈ ગયો હતો. પાંચમી ઓવર સુધીમાં ટીમે 22 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી, ડબલ આર જોડી એટલે કે રિંકુ સિંહ અને રોહિત શર્મા ક્રિઝ પર જોવા મળ્યા. તે પછી બંનેએ અફઘાનિસ્તાના બોલરોને હંફાવયા કે છેલ્લા બોલ સુધી ભારતનો સ્કોર 4 વિકેટે 212 રન થઈ ગયો. બંનેએ 190 અણનમ રન જોડ્યા અને 5 મોટા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા.
T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ સદી
- રોહિત શર્મા- 5
- સૂર્યકુમાર યાદવ-4
- ગ્લેન મેક્સવેલ-4
- બાબર આઝમ-3
- કોલિન મુનરો – 3
T20Iમાં ભારત માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
- 126* શુભમન ગિલ વિ NZ અમદાવાદ 2023
- 123* રૂતુરાજ ગાયકવાડ વિરુદ્ધ ઓસ ગુવાહાટી 2023
- 122* વિરાટ કોહલી વિ Afg દુબઈ 2022
- 121* રોહિત શર્મા વિરુદ્ધ Afg બેંગલુરુ 2024
25 કે તેથી ઓછા સ્કોર પર 4 વિકેટ પછી સર્વોચ્ચ સ્કોર
- 212/4 ભારત વિ. અફઘાનિસ્તાન બેંગલુરુ 2024 (22/4 )
- 188/6 યુએસએ વિ. આયર લોડરહિલ 2021 (16/4 )
- 174/10 ફિલિપાઇન્સ વિ. કંબોડિયા ફ્નોમ પેન્હ 2023 (23/4 )
ભારત માટે સૌથી મોટી T20I ભાગીદારી
- 190*– રોહિત શર્મા, રિંકુ સિંઘ (વિરુદ્ધ અફઘાનિસ્તાન, 2024)
- 176- સંજુ સેમસન, દીપક હુડા (વિરુદ્ધ આયર્લેન્ડ, 2022)
- 165- રોહિત શર્મા, કેએલ રાહુલ (વિ. શ્રીલંકા, 2017)
- 165- યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ (વિ. વેસ્ટ ઈન્ડિઝ, 2023)
T20 ઈન્ટરનેશનલમાં એક ઓવરમાં સૌથી વધુ રન
- યુવરાજ સિંહ- 36 રન, વિ. ઇંગ્લેન્ડ (સ્ટુઅર્ટ બ્રોડ, 2007)
- કિરોન પોલાર્ડ- 36 રન, વિ. શ્રીલંકા (અકિલા ધનંજય, 2021)
- રોહિત શર્મા, રિંકુ સિંહ- 36 રન, વિ અફઘાનિસ્તાન (કરીમ જનાત, 2024)


