- ગેરકાયદેસર ચાલતી ખનીજચોરી રોકવા માંગ ઉઠી
- કૉસ્ટલ રિઝર્વેશન ઝોન હોવા છતાં રેતી ખનન
- જિલ્લા કલેકટર નો હુકમ હોવા છતાં બેરોકટોક પ્રવૃતિ શરૂ
નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીના પટમાં ખનીજચોરીનો બેફામ કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના માટે જિલ્લા કલેકટરનો હુકમ હોવા છતાં ગેરકાયદેસર બેરોકટોક ચાલતી આ ચોરીને કારોબાર ઉપર રોક લગાવવા માંગ ઉઠી રહી છે.
છેલ્લા ઘણાં સમયથી નવસારીના પૂર્ણા નદીના પટમાં ખનીજચોર બેફામ બન્યા છે. જેમાં પણ ગેરકાયદેસર ખનીજ ચોરીના વ્યાપાર ઉપર રોક લગાવવા માંગ ઉઠી છે. બેફામ બનેલા નવસારીના ખનીજ ચોરો દ્વારા પૂર્ણા નદીના પટને તહેશ નહેશકરી બેફામ ખોદકામ કરાયું છે.

એટલું જ નહીં આ વિસ્તારને કોસ્ટલ રિઝર્વેશન ઝોન જાહેર કરાયો હોવા છતાં સતત ખનીજ ચોરીની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેની ઉપર રોક લગાવવા માટે હવે ફરિયાદ કરવામાં છે. ખનીજ માફીયાઓ સાથે મોટા માથાઓ ની સંડોવણી હોવાની ભારે ચર્ચા થઈ રહી છે.


