- ઈરાન-પાકિસ્તાન વચ્ચેના મીઠા સંબંધો વચ્ચે આતંકવાદ મોટો ખતરો
- પાકિસ્તાન હંમેશા આતંકવાદને પોષતું હોવાથી ઈરાનને આ નથી પસંદ
- ઈરાન પાકિસ્તાનમાં રહેલા આતંકીઓને નાશ કરવા મરણિયું બન્યું
પાકિસ્તાને ઈરાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અને માત્ર 24 કલાકમાં ઈરાન સાથે વળતો બદલો તો લઈ લીધો છે. જો કે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે અગાઉ જ આ હુમલાનો સંકેત આપી દીધા હતા. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વળતી કાર્યવાહી કરવાનો પાકિસ્તાનને અધિકાર છે. મહત્ત્વનું છે કે આની પહેલા એક દિવસ અગાઉ ઈરાને પાકિસ્તાનના પંજગુરમાં ડ્રોન અને મિસાઈલથી એરસ્ટ્રાઈક કરી હતી. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર અબદુલ્લાહિયાને પાકિસ્તાનના બલૂચિસ્તાન પર ઈરાન તરફથી કરેલા હવાઈ હુમલાનો યોગ્ય ઠેરવ્યા હતા. ત્યારબાદ કહ્યું કે જૈશ-ઉલ-અદલના ઠેકાણાઓ પર ઈરાનના હુમલાથી પાકિસ્તાનની સુરક્ષા વધુ મજબૂત બની છે.
તેઓએ પાકિસ્તાન અને ઈરાનના સંબંધોને ભાઈચારા વાળા સંબંધ જણાવ્યા હતા. વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાન તરફથી ટાર્ગેટ કરેલા ડ્રોન અને મિસાઈલ કોઈપણ પાકિસ્તાન નાગરિકને નિશાન નથી બનાવ્યા. જો કે પાકિસ્તાને આરોપ મુક્યો છે કે ઈરાની હુમલામાં બે બાળકો અને ત્રણ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
આમિર-અબ્દુલ્લાહિયાને કહ્યું છે કે તેમણે તેમના પાકિસ્તાની સમકક્ષ સાથે હુમલા અંગે ચર્ચા કરી છે. તેમણે કહ્યું, “અમે આ અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. અમે પાકિસ્તાન અને ઈરાકની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરીએ છીએ પરંતુ અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરી શકીએ નહીં.”
આમિર અબ્દુલ્લાહિયાને કહ્યું કે તેને પાકિસ્તાનની જમીન પર શરણ લીધેલા ઈરાની આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો. તેઓને જણાવ્યું કે જૈશ-ઉલ-અદલ ઈરાની આતંકવાદી સંગઠન છે તેમને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના કેટલાક વિસ્તારમાં શરણ લીધેલી છે. ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યારે વાત દેશ હિતની સુરક્ષાની આવે તે અમે કોઈપણ પ્રકારની કાર્યવાહીથી કોઈ સંકોચ નહીં કરીએ. અમે જે પણ કર્યું તે અમારી સુરક્ષા હિતોને બચાવવા માટે કર્યું હતું.
ઈરાન-પાકિસ્તાન વચ્ચે કેવા છે સંબંધ ?
પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સંબંધ ભલે ખૂબ સારા નથી રહ્યા પરંતુ અગાઉ ક્યારેય સ્થિતિ આ સ્તરે ખરાબ નહોતી થઈ. ઈરાન અને પાકિસ્તાનની સરહદો પરસ્પર જોડાયેલી છે. બંને વચ્ચે સરહદને લઈ કોઈ વિવાદ નથી. ઈરાન શિયા વિસ્તાર ધરાવતો દેશ છે. જ્યારે પાકિસ્તાન સુન્ની મુસ્લિમ ધરાવતો દેશ છે. પાકિસ્તાનને ઈરાન તરફથી સૌથી પહેલા એક દેશની માન્યતા મળી હતી. મંગળવારે જ ઈરાનના વિદેશ મંત્રી અને પાકિસ્તાનના વડાપ્રધાન દાવોસમાં એકબીજાને મળ્યા હતા. તાજેતરમાં ઈરાન અને પાકિસ્તાનની નેવીએ ખાડી વિસ્તારમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ પણ કર્યો હતો.


