- કોહલીને તેની શાનદાર ફિલ્ડિંગ બદલ ટીમના ફિલ્ડિંગ કોચ તરફથી મોટું ઈનામ મળ્યું
- વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સાથે રમાયેલી T20 સિરીઝમાં બે મેચ રમી
- રૂમમાં વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ દ્વારા મેડલ આપવામાં આવ્યો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝ હવે સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમે આ સિરીઝ 3-0થી કબજે કરી હતી. ત્રીજી અને છેલ્લી રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ બીજી સુપર ઓવરમાં જીત મેળવી હતી. આ મેચનું પરિણામ નક્કી કરવા માટે બે સુપર ઓવરની જરૂર હતી. આ મેચમાં ભલે વિરાટ કોહલી બેટિંગ દરમિયાન શૂન્ય રને આઉટ થયો હોય, પરંતુ તેણે મેદાનમાં શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે વિરાટ કોહલીને તેની શાનદાર ફિલ્ડિંગ બદલ ટીમના ફિલ્ડિંગ કોચ તરફથી મોટું ઈનામ મળ્યું છે.
વિરાટ કોહલી ફિલ્ડર ઓફ ધ સિરીઝ બન્યો
વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સાથે રમાયેલી T20 સિરીઝમાં બે મેચ રમી હતી. વિરાટ કોહલી પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે. વિરાટ ઘણીવાર મેદાન પર શાનદાર ફિલ્ડિંગ કરે છે. ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ જે રીતે બાઉન્ડ્રી પર છલાંગ લગાવીને સિક્સર રોકી તે ખૂબ જ આશ્ચર્યજનક હતું.
સ્ટેડિયમ કોહલી-કોહલીના નામથી ગુંજી ઉઠ્યું
વિરાટ કોહલીએ જ્યારે આ આશ્ચર્યજનક નજારો રજૂ કર્યો તો સ્ટેડિયમમાં હાજર દરેક લોકો ચોંકી ગયા અને આખું સ્ટેડિયમ કોહલી-કોહલીના નામથી ગુંજી ઉઠ્યું. જો કે, વિરાટે આ સમગ્ર સિરીઝમાં શાનદાર ફિલ્ડિંગ કરી હતી. જેના કારણે વિરાટ કોહલીને ફિલ્ડર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો છે. મેચ બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ દ્વારા મેડલ આપવામાં આવ્યો હતો. જેનો વીડિયો BCCIએ પોતાના X એકાઉન્ટ પર શેર કર્યો છે.
<a href="http://URL
” target=”_blank”>URL
મેચમાં બે સુપર ઓવર થઈ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચ રોમાંચથી ભરેલી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 212 રન બનાવ્યા હતા, ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ પણ 212 રન બનાવી શકી હતી. આ પછી સુપર ઓવર કરવામાં આવી હતી. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયા પણ માત્ર 16 રન બનાવી શકી હતી. આ પછી મેચમાં બીજી સુપર ઓવર નાખવામાં આવી, જેમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો.


