- હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ: આરોગ્ય વિભાગ
- ઓપરેશન થિયેટર બંધ કરવા માટે સૂચના અપાઈ
- હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત : આરોગ્ય વિભાગ
તાજેતરમાં સૌથી વધુ ચર્ચામાં આવેલા માંડલમાં અંધાપાકાંડમાં તપાસ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યા છે. જેમાં આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છેકે, હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક તબીબનો અભાવ હોવાનું તારણ પણ સામે આવ્યું છે. સાથે જ પેરા મેડિકલ સ્ટાફની ઘટ તથા પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ ન હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
આ સાથે જ પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે, હોસ્પિટલના પ્રોટોકોલનું પાલન નહોતું થયું. ટ્રસ્ટની ખાનગી હોસ્પિટલ હોવાથી સરકાર સાથે એમઓયુ નથી અને સરકારની ગ્રાન્ટ પણ ન લેતી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. કમિટીએ લીધેલા સેમ્પલમાં 3 દર્દીની અંદર પ્સ્યુડોમોનાસ ઈન્ફેક્શનના લક્ષણો જોવા મળ્યા છે.
એટલું જ નહીં અન્ય દર્દીના સેમ્પલ લઈ તપાસાર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલનો રિપોર્ટ 3 દિવસમાં આવવાની સંભાવના છે. હાલમાં અન્ય સૂચના ન મળે ત્યાં સુધી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલની બેદરકારી સામે વધુ વિગતો આવી રહ્યું છે. જેમાં વધુ 3 દર્દીઓને અસારવા આંખની હોસ્પિટલ ખસેડાયા છે. મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિ ઓછી થઈ હતી. હજુ દર્દીઓની સંખ્યા વધવાની શકયતા છે. બે દિવસ પહેલા 17 દર્દી અને ગતરોજ 3 દર્દી લવાયા હતા. ત્યારે અસારવા આંખની હોસ્પિટલમાં કુલ 20 દર્દી સારવાર હેઠળ છે.
બે દિવસ પહેલા 17 દર્દી અને ગતરોજ 3 દર્દી લવાયા હતા
માંડલના અંધાપાકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. તેમાં આરોગ્ય વિભાગની તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. ઓપરેશન થિયેટરમાં નિયમનું પાલન ન થતું હોવાનો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનો ઉલ્લેખ છે. તેમજ હોસ્પિટલમાં જરૂરી સ્ટાફની અછત હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે.


