- ડીસામાં 12.2 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન
- નવા અઠવાડિયાની શરુઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે
- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની કોઇ શક્યતા નથી
ગુજરાતમાં ઠંડી બાબતે રાહત થઇ છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી ઊંચકાયું છે. તથા 11.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જેમાં અમદાવાદમાં 13.4 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ડીસામાં 12.2 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન
ડીસામાં 12.2 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન તથા સુરતમાં 16.0 ડિગ્રી, ભુજમાં 13.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ કંડલામાં 14.6 ડિગ્રી, અમરેલીમાં 14.7 ડિગ્રી તથા પોરબંદરમાં 15.2 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.0 ડિગ્રી, મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે તેમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
નવા અઠવાડિયાની શરુઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે
આ અઠવાડિયાના અંતમાં તથા નવા અઠવાડિયાની શરુઆતમાં કોલ્ડ વેવ અનુભવાશે. શિયાળો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરુઆતથી ઠંડી અનુભવાઈ રહી છે. દેશના હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીનો જોર રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લામાં ચાર દિવસથી ઠંડી યથાવત વર્તાઇ રહી છે. જેના કારણે શહેરી તેમજ ગ્રામ્યવિસ્તારના લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામકાજ કરી રહયા છે. સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડી ઓછી થતી હોય છે. પરંતુ આ વર્ષે ઠંડી વધુ પડી રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની કોઇ શક્યતા નથી
મહત્તમ તાપમાન 264 થી 28.2 અને લઘુતમ તાપમાન 12.8 થી 14 સે. રહી શકે છે. તેમજ ભેજનું પ્રમાણ 19થી 38 ટકા સુધી જોવા મળી શકે. ભેજનું પ્રમાણ વધતાં ખેડૂતને રવિ પાકના વાવેતરમાં ફાયદો થશે. ઠંડી વધતા લોકો વહેલી સવારે તાપણું કરતા જોવા મળે છે. તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની કોઇ શક્યતા નથી.


