- અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના
- VHP દ્વારા સંતોનું સ્વાગત કરી અયોધ્યા માટે રવાના કરાયા
- ચૈતન્ય શંભુ મહારાજ, વિજયદાસજી અયોધ્યા માટે રવાના થયા
અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠા અંગે સંતો મહંતોમાં ઉત્સાહ છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના થયા છે. VHP દ્વારા સંતોનું સ્વાગત કરી અયોધ્યા માટે રવાના કરાયા છે. અત્યારે 11 સાધુ સંતો અયોધ્યા જવા રવાના થયા છે.
ચૈતન્ય શંભુ મહારાજ, વિજયદાસજી અયોધ્યા માટે રવાના થયા
ચૈતન્ય શંભુ મહારાજ, વિજયદાસજી અયોધ્યા માટે રવાના થયા છે. તથા જગન્નાથજીના મહંત દિલીપદાસજી રોડ માર્ગે અયોધ્યા જશે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 7,000થી પણ વધુ સંતો મહંતો અને મહાનુભવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં સારસાના ગાદીપતિ જગતગુરુ અવિચલદેવાચાર્યજી મહારાજને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમિતિએ પત્રિકા સાથે અયોધ્યા પહોંચતા એરપોર્ટથી સ્થળ સુધીની ગાડી વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થાની માહિતી આપી છે.
ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી ગયા
22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. જેને પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી લીધી છે. આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બની ગયુ હોય તેવો માહોલ છવાયો હતો. એરપોર્ટ પર મુસાફરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવીને કેક પણ કાપી હતી. એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરાયુ હતુ. આ ફ્લાઇટમાં 150 શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી ગયા છે.


