- જવેલરી મેન્યુફેક્ચરર્સે 38 ગ્રામ રોસ ગોલ્ડની વીંટી બનાવી
- વીંટીના ઉપરના ભાગમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે
- શરૂઆતમાં જવેલર્સ દ્વારા 178 નંગ વીંટીનાં ઓર્ડર મળ્યાં
અયોધ્યા રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઊજવણી દેશભરમાં વિવિધ સ્થળોએ થઈ રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં જવેલરી મેન્યુફેક્ચર્સે 38 ગ્રામ રોસ ગોલ્ડની વીટીં બનાવી છે. રોસ ગોલ્ડની વીંટી પર ભગવાન શ્રી રામ કંડાર્યા છે જેને જોઈને મંત્રમુગ્ધ થઈ જશો.
વીંટીંને 38 ગ્રામ રોસ ગોલ્ડ પર બનાવી
સુરતના જવેલરી મેન્યુફેક્ચરર્સે વીટી પર રામ મંદિર બનાવ્યું છે. જ્વેલરી મેન્યુફેકેક્ચર્સે આ વીંટીંને 38 ગ્રામ રોસ ગોલ્ડ પર બનાવી છે. આગામી 22મી જાન્યુઆરીએ સુરત જવેલરી મેન્યુફેક્ચર્સ એસોશિએશન બેંગ્લુરુ, ચેન્નાઇ અને મુંબઈના જ્વેલર્સ એક સાથે ભેગા થવાના છે અને ત્યારે આ સોનાની રામ મંદિરની વીંટીને લોન્ચ કરવામાં આવનાર છે.
સોનાની વીંટીની કિમત 1.25 લાખથી 3 લાખ
આ રોસ ગોલ્ડ વીંટીના ઉપરના ભાગમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે. આ વીંટીને બનાવવામાં કુલ એક સપ્તાહનો સમય લાગ્યો હતો. આ વીંટીને બે કારીગરોએ મહા-મહેનતે બનાવી હતી જે મહેનત રંગ લાવી છે. સોનાની વીંટીની કિમત 1.25 લાખથી 3 લાખ સુધીની છે.
178 નંગ વીંટીનાં ઓર્ડર મળી ગયાં
કોઈએ નાગરું બનાવ્યું કોઈએ અગરબત્તી એટલે મેં વીંટી બનાવી પણ ભગવાન રામના પરમ ભક્તોને ભગવાન રામ માટે કંઈક કરવાની ઈચ્છા હતી જેથી સુરત જ્વેલરી એસોશિએશને રોસ ગોલ્ડમાં સોનાની વીંટી બનાવી છે. જય શ્રી રામ. અયોધ્યા રામમદિરની પ્રતિષ્ઠાનો પર્વની તૈયારી સમગ્ર દેશમાં ચાલી રહી છે. તેમાં પણ ખાસ કરીને અનેરો ઉત્સાહ ગુજરાતીઓએ બતાવ્યો છે. જેમાં સુરતનું જવેલરી મેન્યુફેક્ચર એસો. પણ પાછળ રહ્યું નથી. આ વીંટીને બવાવાની સાથે જ પ્રારંભમાં જવેલર્સ દ્વારા 178 નંગ વીંટીનાં ઓર્ડર મળી ગયાં છે.


