- કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- સાંજે 7 કલાક અને 13 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો
- કેન્દ્ર બિંદુ રાપરથી 24 કિલોમીટર દૂર નોંધાયું
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા રહે છે ત્યારે ફરી એકવાર ગુજરાતની ધરતી ધ્રુજી છે. ફરીવાર કચ્છમાં ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, કચ્છમાં આજે સાંજે 7 વાગીને 13 મિનિટની આસપાસ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 3.7ની માપવામાં આવી છે. વધુમાં આ ભૂકંપનું કેન્દ્ર રાપરથી 24 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ભૂકંપને પગલે કોઈ નુકસાનીના અહેવાલો નથી મળી રહ્યા.
જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અનુભવાયો હતો ભૂકંપ
અરબી સમુદ્રમાં આવેલા ભૂકંપના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે 9.52 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, અરબી સમુદ્રમાં અક્ષાંશ: 20.18 અને રેખાંશ: 72.24 પર રાત્રે 9:52 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીથી 10 કિમી નીચે હતું.
ડિસેમ્બરમાં ગુજરાત સહિત 4 રાજ્યોમાં ભૂકંપ
ગુજરાત સહિત 4 રાજ્યોમાં ભૂકંપ અનુભવાયો હતો. જેમાં ગુજરાતના કચ્છ, મેઘાલય, તમિલનાડુ, કર્ણાટકમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે, કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 8 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છીઓ ભૂકંપના આંચકાથી ધ્રુજ્યા છે. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર રહ્યું છે. દેશમાં દિવસે દિવસે ભૂકંપની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. આજે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં વહેલી સવારે 9 કલાકે કચ્છના રાપરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી છે.


