- સીએમ પટેલ નવસારીથી કરાવ્યો હતો વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ
- ઉમરગામથી અંબાજી સુધી 13 જિલ્લાના 51 તાલુકામાંથી પસાર થશે યાત્રા
- 24000 કરોડની પ્રધાનમંત્રી જન મન યોજના અમલમાં મુકવામાં આવી
સુરતના માંડવી તાલુકાના વીસડાલીયા ગામે વન રાજ્યમંત્રી અને આદિજાતિ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘વન સેતુ ચેતના યાત્રા’નું ભવ્ય સ્વાગત કરાયું. આદિવાસી સમાજમાં નવી ચેતનાનો સંચાર કરવા માટે વન સેતુ ચેતના યાત્રા શરૂ કરવામાં આવી છે
રાજ્યમાં 18 જાન્યુઆરીથી શરૂ થયેલ ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે યાત્રા તેના બીજા દિવસે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વીસડાલિયા ગામ ખાતે પહોચી હતી. જ્યાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આદિકાળથી વન સંરક્ષણ કરતા આવેલા આદિજાતિ સમાજ અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે સામંજસ્ય કેળવી સેતુ સ્થાપી શકાય એ માટે ઉમરગામથી અંબાજી સુધી 13 જિલ્લા અને 51 તાલુકામાંથી પસાર થશે. છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં 2100 હેક્ટર વિસ્તારમાં વાંસ સુધાર કામગીરી થકી રૂપિયા 85 લાખની આવક મેળવી છે. કોઇ પણ સમાજે વિકાસની નવી ઉંચાઈઓ આંબવી હશે તો શિક્ષણ વગર શક્ય નથી માટે આદિવાસી સમાજના પણ શિક્ષણ પ્રત્યે સજાગ બને એ સમયની માંગ છે એમ કહી તેમણે આદિવાસી સમાજના બાળકો ડૉક્ટર, એન્જિનિયર, પાયલોટ બને એ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે લાભ લેવા અનુરોધ કરવામાં કર્યો હતો
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિમ જૂથના કોટવાળીયા, કોલધા, કોલચા સહિત દેશભરની 75 જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલી રૂપિયા 24000 કરોડની પ્રધાનમંત્રી જન મન યોજના અમલમાં મુકવામાં આવી છે જેનાથી દેશ ભરની આદિમ જૂથ 75 જ્ઞાતિના 28 લાખ કુટુંબનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. જાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓમાં પણ સૌથી વંચિત એવા આદિમજૂના લોકો માટે પીએમ જન મન યોજના અંતર્ગત 24 હજાર કરોડની બજેટ જોગવાઈ કરીને, સમાજના સર્વાંગીણ ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે, આદિવાસી દીકરા દીકરીઓને ડૉક્ટર, એન્જિનિયર જેવા ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકારે 15 હજાર કરોડ રૂપિયાનું ફાળવ્યું છે.

ચાલુ વર્ષમાં યુવાનોને રોજગારી આપવા માટે જેસીબી, રોલર, હિટાચી અને સેન્ટિંગ કામના સાધનો આપવામાં આવશે.રાસાયણિક ખેતીથી માનવ સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા પર થતી વિપરીત અસરોને દુર કરી શકાય એ માટે સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ આ દિશામાં સતત પ્રયાસરત છે. જિલ્લાના 350 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે. માંડવી ખાતે યોજાયેલા વન સેતુ ચેતના યાત્રાના કાર્યક્રમ દરમિયાન જિલ્લાના 350 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
15 આદિજાતિ જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો તેની મુલ્યવર્ધિત બનાવટોનું વેચાણ કરી શકે એ માટે વન વિભાગ દ્વારા ખેડૂતોને વિનામૂલ્યે દુકાનોની ફાળવણી કરવામાં આવશે. જેની શરૂઆત સુરતથી કરવામાં આવશે . ડુમસ બીચ ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ 15 આદિજાતિ જિલ્લા પૈકી તમામ જિલ્લાઓને ત્રણ લેખે 45 દુકાનો વિનામૂલ્યે આપવામાં આવશે જ્યાં ખેડૂતો તેમની સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો વેચી સારી એવી આવક મેળવી શકશે.


