- ડિસા અને નલિયામાં સૌથી ઓછુ તાપમાન 10 ડિગ્રી
- મહુવામાં પણ 10 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન
- કેશોદમાં 11 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી, વડોદરામાં 13 ડિગ્રી
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં ડિસા અને નલિયામાં સૌથી ઓછુ તાપમાન 10 ડિગ્રી રહ્યું છે. તેમજ મહુવામાં પણ 10 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી સાથે કેશોદમાં 11 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી, વડોદરામાં 13 ડિગ્રી તથા ભાવનગર અને દિવમાં પણ તાપમાન 13 ડિગ્રી રહ્યું છે.
અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી તાપમાન
અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી તેમજ પોરબંદર અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે. આથી અનેક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તેવામાં આઈ.એમ.ડી.એ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ભારત તથા મધ્ય-ભારતમાં હજી પણ ઠંડી વધવા સંભવ છે અને વિશેષત: તો સબ-હિમાલયન રીજીયનમાં પારો ત્રણ ડીગ્રી સુધી નીચે ઉતરવાની સંભાવના છે. તેટલું જ નહીં પણ પંજાબથી બિહાર સુધી અને સબહિમાલયન પ.બંગાળ, આસામ તથા મધ્ય ભારત ઉત્તર ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આશંકા છે.
આગામી બે દિવસ સુધી કોલ્ડ વેવ ગંભીર બનવાની પુરી શક્યતા
હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે અત્યારે જે ઠંડી ચાલુ છે તેમાં આગામી બે દિવસ સુધી કોલ્ડ વેવ ગંભીર બનવાની પુરી શક્યતા છે. તે પછી ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો જશે. હવામાન વિભાગ જણાવે છે કે બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશમાં આજે તો કોલ્ડવેવ ચાલુ જ છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને મધ્ય પ્રદેશમાં ન્યૂનતમ ઉષ્ણતામાન છથી દસ ડીગ્રી વચ્ચે છે.


