- 500 વર્ષ બાદ આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો
- PM નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા
- 12:20થી 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેરો આનંદ જોવા મળ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલજ ગામથી જીવંત પ્રસારણ નિહાળશે. તેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. 12:20થી 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
500 વર્ષ બાદ આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરકમલોથી અયોધ્યા રામમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલું છે. તેના અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ શીલજ ગામ ખાતે અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળશે. 500 વર્ષ બાદ આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે. તેમાં PM નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. 84 સેકન્ડના અભિજિત મુહુર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે.
બિરાજમાન રામલલાની મૂર્તિની PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે
બિરાજમાન રામલલાની મૂર્તિની PM મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે. મંગલ ધ્વનિના આરંભ સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરુ થશે. રામલલાની જૂની મૂર્તિ પણ મંદિરમાં લાવવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરને લાઈટિંગ અને ફૂલોથી સુશોભિત કરાયુ છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. PM મોદી માટે 14 ફૂટ ઉંચો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. UP CM યોગી આદિત્યનાથની અલૌકિક ક્ષણને વધાવવા શુભેચ્છા આપી છે. તેમાં UP CM યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે સમગ્ર દેશ રામમય બની ગયો છે.
અવધનગરીને 10 લાખ દિવડાથી સુશોભિત કરાશે
સમારોહ પહેલા અયોધ્યાને દુલ્હનની જેમ શણગાર કરાયો છે. 50થી વધુ કલાકારો 2 કલાક સુધી સંગીત રેલાવશે. આમંત્રિતોએ 10.30 કલાક સુધી પ્રવેશ કરવાનો રહેશે. નક્કી કરાયેલા પ્રવેશદ્વારથી પ્રવેશ અપાશે. માત્ર આમંત્રણ પત્ર ધારકોને જ પ્રવેશ અપાશે. જેમાં QR કોડની ચકાસણી કર્યા બાદ પરિસરમાં પ્રવેશ મળશે. સમારોહમાં 8 હજારથી વધુ મહેમાનો સામેલ થશે. 12 વાગ્યાથી અભિજિત મુહુર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે. પૂજા વિધિ કાશીના પંડિતો દ્વારા કરાવવામાં આવશે. જેમાં આચાર્ય ગણેશ્વર દ્વવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત મુખ્ય પંડિત છે. 150થી વધુ પરંપરાના સંતો-ધર્માચાર્યો પણ હાજર છે. 1 વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM મોદી સંબોધન કરશે. તથા સાંજે સમગ્ર અયોધ્યામાં દિવાળી જેમ પર્વની ઉજવણી થશે. અવધનગરીને 10 લાખ દિવડાથી સુશોભિત કરાશે.


