- ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું
- ભૂકંપની તીવ્રતા 6.2 હોવાથી લોકોમાં ડરનો માહોલ
- તંત્રએ લોકોને જરૂરી સૂચના આપી, પ્રવાસીઓમાં નાસભાગ મચી
મારિયાના દ્વીપ સમૂહમાં શનિવારે રાત્રે ધરતીકંપના તેજ આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 6.2 નોંધાઈ હતી. નેશનલ સેંટર ફૉર સિસ્મોલૉજીએ આ પ્રચંડ ભૂકંપની જાણકારી આપી હતી. જો કે ભૂકંપને લીધે લોકો ઘરબહાર દોડી આવ્યા હતા. આ ઉપરાંત પ્રવાસીઓ પણ ભૂકંપને લીધે નાસભાગ મચાવી હતી. ભૂકંપના ઝટકા તીવ્ર હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે સ્થાનિક તંત્રએ લોકોને જરૂરી સૂચનાઓ આપી હતી. વીક એન્ડ હોવાથી આ સ્થળે પ્રવાસીઓ અને અન્ય લોકો વધુ હોવાથી એકંદરે ડરનું મોજું જોવા મળ્યું હતું. ભૂકંપને લઈ તંત્ર પણ કાર્યરત રહ્યું હતું.
એનસીએસ અનુસાર ભારતીય સમય પ્રમાણે નવ વાગ્યાને 18 મિનિટ પર ધરતીકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 10 કિલોમીટરના ઊંડાણમાં નોંધાયું હતું. જો કે આ ધરતીકંપને લીધે કોઈ જાનહાનિની કોઈ સૂચના નથી સાંપડી.


