- અમીરગઢમાં મશાલ સાથે રેલીઓ કાઢવામાં આવી
- ઈકબાલગઢને દુલ્હનની માફક શણગાવામાં આવ્યું
- અમીરગઢનું ઈકબાલગઢ ગામ શ્રીરામ રંગે રંગાયુ
સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળીના તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં વિવિધ સુપ્રસિદ્ધ સ્થળો અને મંદિરોમાં વિવિધ કાર્યક્રમો કરવા આવી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરો તેમજ ગામડાઓમાં રામ ભગવાનના સ્વાગતને લઈને ભક્તિભાવ પૂર્ણ વાતારવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે બનાસકાંઠાના અમીરગઢ પણ ભગવાન રામની ભક્તિના રંગે રંગાઈ જવામાં બાકી નથી રહ્યું. અમીરગઢનું ઈકબાલગઢ શ્રીરામના રંગે રંગાયું છે.
અમીરગઢનું ઈકબાલગઢ શ્રી રામના રંગે રંગાયું
તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી, રામ નામની ધૂન લાગી રે. બનાસકાંઠાના અમીરગઢનું ઈકબાલગઢ ભગવાન શ્રી રામના રંગે રંગાયું છે. અમીરગઢના ઈકબાલગઢમાં મશાલ થકી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બનાસકાંઠાનું ઈકબાલગઢ ગામ જય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને બનાસકાંઠા રામમય બન્યું છે. સમગ્ર ઈકબાલગઢ બન્યું અયોધ્યા ધામ ઈકબાલગઢ દુલ્હન માફક શણગાવામાં આવ્યું.
ભગવાન રામ અને રામાયણના પાત્રો ભજવતાં ભૂલકાઓ
ગુજરતામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો ઠેર ઠેર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ભગવાન રામના સ્વાગતને લઈને રેલીઓ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાઓ પર રામધૂન ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં નાના ભૂલકાઓ ભગવાન રામની વેશભૂષા કરીને ભગવાન રામ અને રામાયણના પાત્રો ભજવતાં જોવા મળ્યાં હતાં. ખુદ ભગવાન રામ અહીં પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.
સુપ્રસિદ્ધ તિથલ બીચ પર 51,111 દીપ પ્રજ્વલિત કરાયા
તેમજ વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તિથલ બીચ ખાતે હિન્દૂ સેવા સંઘ દ્વારા 51,111 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા..સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દીપ વલસાડ જિલ્લા તીથલ બીચ ખાતે પ્રજ્વલિત કરવમાં આવ્યાં હતાં. 51,111 દીપથી વલસાડ ખાતે આવેલ તીથલ બીચ જગમગી ઉઠ્યો હતો સાથે જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો અને હિન્દૂ સંગઠનો જોડાયાં હતાં તે સાથે જ નાણામંત્રી અને ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ, વલસાડ અને ડાંગ સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતાં.


